Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

આવુ ગુજરાત મોડેલ ? ૧.૩૪ લાખમાંથી A1 ગ્રેડમાં માત્ર ૧૩૬ છાત્રો

NEET, JEEનું મહત્વ વધતા ધો. ૧૨ સાયન્સમાંથી રસ ઘટયોઃ ધો. ૧૨ના પરિણામનું વિશ્લેષણ ચોંકાવનારૂ : રાજકોટ સરેરાશ પરિણામમાં ગુજરાતમાં પ્રથમ પરંતુ ૧૦૬૨૧માંથી માત્ર ૭ વિદ્યાર્થીઓ જ એ-વન ગ્રેડમાં

રાજકોટ, તા. ૧૦ :. છેલ્લા ૩ વર્ષથી ગુજરાત રાજ્યમાં શિક્ષણની નવી પરિભાષા જોવા મળી રહી છે. જેની પ્રતિકૂળ અસરથી કેજીથી માંડી પીજી કક્ષાએ આમુલ પરિવર્તન જોવા મળે છે. જેનો પડઘો આજે ધો. ૧૨ સાયન્સના પરિણામમાં પડયો છે.

ગુજરાત રાજયમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયુ છે. ધો. ૧૨ સાયન્સના પરિણામ ગત વર્ષ કરતા ૮ ટકા ઓછું આવ્યુ છે. પરિણામમાં કેટલાક ચોંકાવનારા તારણો ઉપસી રહ્યા છે. જેમાં ગુજરાતના સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી ટોપરોની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો બહાર આવ્યો છે. ધો. ૧૨ સાયન્સના ગત વર્ષે એ-ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ૫૮૯ હતી જે આજે જાહેર થયેલા પરિણામમાં માત્ર ૧૩૬ રહી છે. આ આંકડા પરથી શું ગુજરાતનું શિક્ષણ સ્તર ખરેખર નીચે ઉતરી ગયુ છે કે, અન્ય કોઈ પરિબળો અસર ગઈ ગયા ? આ અંગે ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓમાં મનોમંથન શરૂ થયુ છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૧૭માં સાયન્સ સેમેસ્ટર-૪ના પરિણામમાં એ-ગ્રેડની સંખ્યા ૫૬૯ હતી જે ૨૦૧૮માં ૧૩૬ થઈ છે. જ્યારે એ - ટુ ગ્રેડમાં ૨૦૧૭માં ૫૧૭૯ વિદ્યાર્થીઓ સ્થાન પામ્યા હતા જે ૨૦૧૮માં માત્ર ૨૮૩૮ છે.

આજે જાહેર થયેલા ધો. ૧૨ સાયન્સના પરિણામમાં ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લો શ્રેષ્ઠ પરિણામ સાથે ટોપર રહ્યો છે, પરંતુ એ-વન ગ્રેડમાં ૧૦૬૨૧ વિદ્યાર્થીઓમાથી માત્ર ૭ વિદ્યાર્થીઓ જ સ્થાન પામ્યા છે અને એ-ટુ ગ્રેડમાં ૩૬૫ વિદ્યાર્થીઓ જ ઝળકયા છે. આ પરિણામથી રાજકોટના શિક્ષણશાસ્ત્રીઓ ચોંકી ગયા છે. જ્યારે એનઆઈ ગ્રેડમાં ૨૦૧૭માં માત્ર ૭૪૧ વિદ્યાર્થીઓ હતા જે બમણા બની ૧૫૯૬ થયા છે જે બાબત ચોંકાવનારી બની છે.

એક બાજુ ફી પ્રશ્ને ખાનગી શાળાના સંચાલકો અને સરકાર અને વાલીઓ સામસામે લડી રહ્યા છે ત્યારે શિક્ષણ પ્રશ્ને કોઈ પક્ષે નક્કર તે અસરકારક નીતિ અપનાવી નથી. જે આજના પરિણામમા ઝલક દેખાય રહ્યાનું ચિત્ર ઉપસ્યુ છે.

વિજ્ઞાન પ્રવાહના બી-ગ્રુપના વિદ્યાર્થીઓનું એક માત્ર સપનુ મેડીકલ કોલેજમાં મેરીટથી પ્રવેશ મેળવી ડોકટર બને અને અને એ-ગ્રુપના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની ઈજનેરી કોલેજમાં પ્રવેશ મેળવવાનુ સપનુ હોય છે. બી-ગ્રુપના વિદ્યાર્થીઓ નીટની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા આપતા હોય છે જ્યારે એ-ગ્રુપના વિદ્યાર્થીઓ જેઈઈની પરીક્ષા આપતા હોય છે. વિદ્યાર્થીઓ નીટ અને જેઈઈ પ્રત્યે ખૂબ ધ્યાન દેતા હોય અને પ્રવેશ માટે ખૂબ મહત્વનો અંશ હોય તેથી શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમ બાબતે પૂર્ણ સજાગ નથી હોતા. શાળાકીય શિક્ષણને બદલે વિદ્યાર્થીઓ જેઈઈ અને નીટના ટયુશન બાબતે ખૂબ સમય અને નાણા ફાળવે છે. શાળા ક્ષેત્રે નીટ અને જેઈઈનુ શિક્ષણ અસરકારક ન હોય તેવી છાપ ઉપસી છે.

ગુજરાત સમગ્ર દેશમાં ગુજરાતના મોડેલોની ખૂબ બોલબાલા હોય છે. તેનો પ્રચાર-પ્રસાર પણ ખૂબ થાય છે ત્યારે આજે જાહેર થયેલુ ધો. ૧૨ સાયન્સના પરિણામમા એ-વન ગ્રેડના છાત્રોની સંખ્યા ચોંકાવનારી રીતે નીચે ઉતરતા શિક્ષણ જગતમાં સોપો પડી ગયો છે.

પર્સન્ટાઈલ રેન્કના વિવરણ મુજબ છાત્રોનું સ્થાન

એ ગ્રુપ

બી ગ્રુપ

૬૧૩

૭૨૭

૧૨૪૮

૧૪૭૦

૨૪૮૮

૨૯૨૨

૪૯૯૦

૫૯૩૭

૬૨૩૪

૭૩૩૧

૯૩૦૫

૧૧૦૩૯

૧૨૩૯૨

૧૪૬૪૭

૧૫૫૩૭

૧૮૪૨૩

૧૮૬૯૧

૨૨૨૧૦

૨૧૬૭૬

૨૫૬૭૩

૩૧૧૯૫

૩૬૭૬૯

૩૭૧૯૫

૪૪૨૧૨

૪૩૪૯૦

૫૨૩૮૧

૪૯૬૮૬

૫૮૯૫૨

૬૧૯૪૫

૭૩૨૫૫

(4:06 pm IST)