Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દિલ્હીના PWD કૌભાંડ કેસમાં કેજરીવાલના સબંધી વિનય બંસલની ACB દ્વારા ધરપકડ

નવી દિલ્હી :દિલ્હીના PWD ઘોટાળા કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ગુરુવારે સવારે અરવિંદ કેજરીવાલના સંબંધી વિનય બંસલની ધરપકડ કરી છે.અત્રે ઉલ્લેખયનીય છે કે વિનય બંસલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સગા સુરેન્દ્ર બંસલના પુત્ર છે. સુરેન્દ્ર બંસલનું ગયા વર્ષે જ મૃત્યુ થઇ ગયુ હતું. ભ્રષ્ટાચારના આ કેસમાં ૮ મે ૨૦૧૭ એ એસીબીમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી.

 એસીબીને ફરિયાદ મળી હતી કે, સુરેન્દ્ર બંસલે રેણું કન્સ્ટ્રકશન કંપનીના નામ પર PWD માં છેતરપીંડી કરી હતી. તેમણે અંદાજીત રકમ 4 લાખ ૯૦ હજારથી ૪૬ ટકા ઓછા ભાવે PWD નું ટેન્ડર મેળવ્યું હતું. તેમના દ્વારા કરાવવામાં આવેલા રોડ અને સીવરના કામની ક્વોલીટી પણ ઠીક ન હોવાની વાત કહેવામાં આવી હતી.

આ તપાસમાં મહાદેવ કંપનીના સિમેન્ટ અને લોખંડ ખરીદવા પર ખબર પડી કે આ કંપની સાથે કોઈ વ્યાપાર નહતો થયો. વિનય બંસલ પોતાના પિતા સુરેન્દ્ર બંસલની સાથે 50 ટકાનો પાર્ટનર હતો. તેને પૂછવામાં આવ્યું કે મહાદેવ કઈ કંપની હતી ? આ સવાલ પર તેણે કોઈ જ સંતોષકારક જવાબ નથી આપ્યો. આ પછી એસીબીએ તેની ધરપકડ કરી લીધી છે.

આ કેસમાં ગયા વર્ષે ૮ મેએ સુરેન્દ્ર, વિનય બંસલ અને PWD ના ઘણા અધિકારીઓ વિરુદ્ધ ત્રણ કેસ નોંધવામાં આવ્યા હતા. એસીબીએ PWD ના છ એન્જીનીયરોની ૧૩ મેએ પૂછતાછ કરી હતી. તપાસમાં ખબર પડી હતી કે અલગ-અલગ કામો માટે ઘણા બિલોને અલગ-અલગ કંપનીઓ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. ઘણા ખોટા બીલ બનાવ્યા હતા

(12:49 pm IST)