Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

૧,૩પ,૦૦૦ કરોડની જેની કિંમત આંકવામાં આવી છે

માત્ર મોબાઇલ એપ અને વેબ સાઇટ મારફત અબજોનો ધંધો કરનાર ફલીપકાર્ટ પાસે એકપણ શોરૂમ નથી!

માત્ર મોબાઇલ એપ્લીકેશન અને વેબ સાઇટ મારફત અબજો રૂપિયાનો કારોબાર કરનાર 'ફલીપકાર્ટ'ને વોલ માર્ટે ર૦ અબજ ડોલર એટલે કે ૧,૩પ,૦૦૦ કરોડ રૂ. માં ખરીદી ઇતિહાસ સર્જયો છે. ત્યારે દેશમાં બીજી કંપનીઓ તરફ નજર નાખીએ તો ડી-માર્ટની રૂ. ૯૦,૩પ૦ કરોડ, ટ્રેન્ટ (ટાટા) રૂ. ૧૧,રપ૦ કરોડ, બીગ બજાર રૂ. ર૮,૮પ૦ કરોડ, શોપર્સ સ્ટોપની પ૦૦૦ કરોડની વેલ્યુ આંકવામાં આવી છે. ફલીપ કાર્ટની  ભારતમાં ર૦૦૭ માં સ્થાપના થયેલ અને તેના એકપણ શો-રૂમ નથી.

આજની તારીખે જુદી જુદી કંપનીઓની માર્કેટ વેલ્યુ ઉપર નજર રાખીએ તો વીપ્રોની માર્કેટ કેપ રૂ. ૧,૩૧,પ૪૭ કરોડ, એચસીએલ રૂ. ૧,ર૯,૧૩૭ કરોડ, એશીયન પેઇન્ટસ ૧,૧૭,ર૬૬ કરોડ, એમ એન્ડ એમ રૂ. ૧,૦૬,૯ર૬ કરોડ, અલ્ટ્રા ટેક રૂ. ૧,૦૮,૯૧૮ કરોડ, તાતા મોટર્સ રૂ. ૯૮૭૩ર કરોડ, ડી માર્ટ રૂ. ૯૦,૩પ૦ કરોડ, નેસલે રૂ. ૮૭,૯૩૮ કરોડ, ટી ટાન રૂ. ૮૭,પ૦૯ કરોડ, બ્રીટાનીયા રૂ. ૬૪,૮૪૯ કરોડ, મેરીકો રૂ. ૪૦,૭૦૦ કરોડની માર્કેટ કેપ ધરાવે છે. તેમ ન્યુઝ ફર્સ્ટનો હેવાલ જણાવે છે.

(12:47 pm IST)