Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બાબા સાહેબના સપના મુજબનું ભારત બનાવવા અમે કટીબધ્ધ

નમો એપ દ્વારા પછાત વર્ગોને સંબોધતા મોદી

બેંગ્લુરૃઃ કર્ણાટકની ચૂંટણીના અંતિમ દોરમાં 'નમો એપ' દ્વારા પક્ષના કાર્યકર્તાઓને ભાજપ એસસી/એસટી અને ઓબીસી માઇનોરીટી અને સ્લમ મોરચાના કાર્યકર્તાઓને સંબોધતા કહેલ કે કોંગ્રેસે કયારેય લાબા સાહેબ આંબેડકરને માન-સન્માન આપ્યું નથી, જયારે ભાજપ દ્વારા લઘુમતીઓ માટે રાત દિવસ થાકયા વિના કામ થતું રહયું છે. તેમણે ૧રમીના કર્ણાટકના ચૂંટણી જંગમાં વધુમાં વધુ મતદાન થાય તે જોવા હાકલ કરી હતી.

તેમણે કહયું કે, તમામ મહાન સંતોમાંથી પ્રેરણા લઇ આજે અમે બાબા સાહેબના મજબૂત અને સમૃધ્ધ રાષ્ટ્રના સપનાને પુરા કરવા પ્રયાસ કરીએ છીએ.  એસસી/એસટી (પ્રીવેન્સવ ઓફ એટ્રોસીટીઝ) એકટની કલમ રર થી ૪૭ ની જોગવાઇઓને આકરામાં આકરો અમલ અમારી સરકાર કરી રહયાનું નરેન્દ્રભાઇએ જણાવેલ. શ્રી મોદીએ કહયું કે, સંસદમાં ભાજપને સૌથી વધુ એસસી/એસટી, ઓબીસી અને લઘુમતીઓના સાંંસદોને મોકલેલ છે.

(12:44 pm IST)