Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

હિમાચલ - કાંગડા ધરમસાલામાં મિઠાઇની દુકાનમાં બ્લાસ્ટઃ ૨૭ દાઝયાઃ અનેક ગંભીર

સિમલા તા. ૧૦ : હિમાચલ પ્રદેશના કાંગડાના ધર્મશાળામાં એક દૂકાનમાં સિલેન્ડર બ્લાસ્ટ થતાં ૨૭ લોકોને ઇજા પહોંચી છે. બધા ઇજાગ્રસ્તોને નજીકની મેડિકલ કોલજે ટાંડામાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં છે. ઇજાગ્રસ્તોમાં અનેક લોકોની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.

નગરોટા સૂરિયા બસ સ્ટેન્ડ પાસે એક સ્વીટ-ફરસાણની દુકાનમાં ગેસ સિલેન્ડર ફાટવાથી બે દુકાન સળગી જવા પામી હતી. બ્લાસ્ટ એટલો જોરદાર થયો હતો કે નજીકના બસ સ્ટેન્ડ પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિલેન્ડરમાં બ્લાસ્ટ બાદ આગ પણ એટલી ભયંકર હતી કે દુકાનમાં બેઠેલા ગ્રાહકોની સાથે દુકાનની બહાર ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં ૨૭ લોકોને દાઝી ગયા હતા.

આ દૂર્ઘટનામાં સ્વીટ-ફરસાણની દુકાન સાથે આવેલી એક અન્ય દુકાન પણ સળગી ગઇ હતી. એક શાકભાજીની લારીવાળો તેમજ અન્ય બે સ્કૂલના બાળકો પણ આગની લપેટમાં આવી ગયા હતા.(૨૧.૫)

 

(12:02 pm IST)