Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સરકારે ઇ-વાહનો માટે ગ્રીન લાયસન્સ પ્લેટને મંજુરી આપી

અધધધ લાભો મળશેઃ એક સપ્તાહમાં જાહેરનામું

નવી દિલ્હી તા.૧૦: ભારતમાં ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા, સરકારે ખાનગી ઇ-વાહનો માટે સફેદ અક્ષરોમાં અને ટેકસીઝ માટે પીળા અક્ષરોમાં નંબર ધરાવતી ગ્રીન લાયસન્સ પ્લેટસને મંજુરી આપી દીધી છે, તેમ કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું.સરકાર ૧૬થી૧૮ વર્ષના યુવાનોને ઇલેકટ્રીક સ્કુટર ચલાવવાની મંજુરી આપવાનું પણ આયોજન ધરાવે છે, આ ઉપરાંત અમુક ટકાવારીમાં ઇ-વાહનોનો કાફલો ફરજીયાત રાખવાનું પણ ટેકસી એગ્રેસગેટર્સ માટે જરરી બનાવાશે.ગડકરીએ ઇલેકટ્રીક વાહનો માટે વિશિષ્ટ ગ્રીન લાયસન્સ પ્લેટસને મંજુરી આપી દીધી છે જેથી લોકોને ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન મળશે.

આવા વાહનોમાં ગ્રીન લાયસન્સ પ્લેટસ ફીટ કરેલી હશે જે ખાનગી કાર્સ માટે સફેદ અક્ષરોમાં અને ટેકસીઝ માટે પીળા અક્ષરોમાં નંબર્સ ધરાવશે.ઇલેકટ્રીક મોબિલીટી પ્રમોશનના પુરસ્કર્તા પ્રધાને વધુમાં કહયું કે એક સપ્તાહમાં જ આ માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવશે.વિશિષ્ટ નંબર પ્લેટ પાછળનો હેતુ પાર્કિગ, કન્જેસ્ટડેટ ઝોન્સમાં મફત પ્રવેશ ઉપરાંત રાહતદરે ટોલ જેવા સૂચિત લાભો માટે તેઓની સરળ ઓળખનો રહયો છે, તેમ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ પ્રધાને પીટીઆઇને જણાવ્યું હતું. આ પગલાનો હેતું ઇ-વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે અને સરકાર આવા વાહનો માટે પરમિટમાંથી મુકિત આપવાની પણ વિચારણા કરી રહી છે.(૧.૨)

(12:01 pm IST)