Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

લોકસભા - વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા ફરી હાઈલેવલ બેઠક

ઈલેકશન કમિશન અને લો કમિશન દ્વારા ૨૦૧૯માં બંને ચૂંટણીઓ સાથે યોજવા કાયદાની જોગવાઈઓમાં ફેરફાર થઈ શકે છે : આવતા સપ્તાહે મળી રહી છે મીટીંગ

નવી દિલ્હી, તા.૧૦ : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે લાંબા સમયથી થઈ રહેલી તૈયારી અંતર્ગત આવતા સપ્તાહે ઈલેકશન કમિશન અને લોક કમિશનની એક ખૂબ જ મહત્વની મીટીંગ મળી રહી છે. પોલ પેનલે લો પેનલના ચીફ જસ્ટીસ બી. એસ. ચૌહાણ (નિવૃત) અને અન્ય ઉચ્ચ અધિકારીઓને ૧૬મી મેના આ માટેનો રસ્તો સાફ કરવા માટે ચર્ચા કરવા આમંત્રણ આપ્યુ છે.

હા, અમે બધા બંને ચૂંટણીઓ સાથે યોજવા માટે ઈલેકશન કમિશન સાથે મંત્રણા કરવા આગામી દિવસોમાં જઈ રહ્યા છીએ તેવુ લો પેનલના સત્તાવાળાઓએ જણાવ્યુ હતું. પૂર્વ નિયોજીત બેઠક લો કમિશને ચૂંટણી સાથે યોજવા માટેનો પરિપત્ર જારી કર્યાના દિવસો બાદ મળી રહી છે.

૨૦૧૯માં લોકસભા અને રાજય વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાઈ શકે છે. આ માટે કાયદાની બે જોગવાઈઓ અંતર્ગત કાર્યવાહી મોટાભાગના રાજયોમાં થઈ શકે છે. રિપ્રેઝન્ટેશન ઓફ પબ્લિક એકટની કેટલીક જોગવાઈઓ પાર્લામેન્ટમાં સાદી બહુમતી માટે લાગુ થઈ શકે છે. (૩૭.૭)

(11:53 am IST)