Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બાદામી બેઠક પર ભાજપના શ્રીરામુલુ અને કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયા વચ્ચે ટક્કર

નવી દિલ્હી: દેશના દક્ષિણનું રાજય કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા ભાજપ-કોંગ્રેસ કમર કસી રહ્યા છે.બન્ને પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારમાં તાકાત લગાવી છે. કર્ણાકટના મુખ્યમંત્રી  અને કોંગ્રેસનાં મુખયમંત્ર પદનાં ઉમેદવાર સિધ્ધારમૈયા પોતાની જુની બેઠક છોડી બે વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.તેઓએ ચામુંડેશ્વરી અને બાદામી વિધાનસભા બેઠક પર  નામાંકન પત્ર ભર્યુ છે.બાદામી સીટ પર  સિધ્ધારમૈયા ભાજપના શ્રીરામુલુ સામે લડી રહ્યા છે.શ્રીરામુલુને કર્ણાટકનાં સૌથી પૈસાદાર રાજનેતામાં ગણવામાં આવે છે. તેઓ દલિત અને આદીવાસીઓનાં નેતા છે.શ્રીરામુલુ પણ બદામા અને મોલમાકરૂ સહિતની બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

કર્ણાટકમાં ભાજપ સતા પર આવે તો શ્રરામુલુને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. તેમ રાજકીય પંડીતોમાં ચર્ચાય રહયુ છે. શ્રીરામુલુ ૧૯૯૯માં લોકસભાની ચૂંટણી સમયમાં ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મસ્વરાજ બેલ્લારીથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેઓ અનેક વખત તેની કાર ચલાવતા નજરે જોવા મળી રહ્યા હતા.

(11:48 am IST)