Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ઉત્તર કાશ્મીરમાં આતંકી સામ્રાજય ઉભું કરવાનો લશ્કર એ તૈયાબાનો ખતરનાક ખેલ ખૂલ્લો પડયો

દક્ષિણ કાશ્મીરમાં સેના દ્વારા ભારે દબાણ સર્જાતા આતંકીઓ હતાશઃ મોટાપાયે નાગરિકોની હત્યા કરી ખોફ સર્જવો'તોઃ પડકાયેલા આતંકીઓએ મોઢું ખોલ્યું

શ્રીનગર, તા. ૧૦ : દક્ષિણ કાશ્મીરમાં લશ્કરનું ભારે દબાણ સતત ઓપરેશનથી હતાશ થયેલ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયાબાએ ઉત્તર કાશ્મીરમાં આતંકનું સામ્રાજય ઉભું કરવાની સાજીસ રચ્યાનું બહાર આવ્યું છે. લશ્કર-એ-તૈયબાએ પોતાના સ્થાનિક ેડરને વધુમાં વધુ નાગરિકોની હત્યા કરવા આદેશ આપ્યા છે.

બારામુલા પોલીસે ગઇકાલે જે ૧૦ આતંકીઓને ઝડપી લીધા તેની પૂછપરછમાં આ બહાર આવ્યું છે. આમાનો એક આતંકી સુહૈબ ગયા વર્ષે પાકિસ્તાન જઇ આવેલો છે. ટ્રેનીંગ લઇ વાઘા બોર્ડરેથી પરત આવ્યો હતો. બારામુલા પહોંચી લશ્કર-એ-તૈયબાનો આતંકી બની ગયો હતો.

(11:47 am IST)