Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સુપ્રીમ કોર્ટે રોહિંગ્યા શરણાર્થી કેસની સુનાવણી સ્થગિત કરીઃ શું સુવિધા આપો છો? કેન્દ્ર પાસે વિગતો માગી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રોહિંગ્યા કેસની સુનાવણી શુક્રવાર માટે સ્થગિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ચાર અઠવાડીયાની અંદર રોહિંગ્યા કેસમાં વ્યાપક આંકડાઓ રજૂ કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર જણાવે કે, કેટલા રોહિંગ્યા શરણાર્થી હરિયાણાના મેવાત અને ફરીદાબાદ કેમ્પોમાં વસેલા છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે કેવી રીતે તેમને મુળભૂત સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.

રોહિંગ્યા સમુદાય તરફથી કેસ લડી રહેલા સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભુષણે રોહિંગ્યા કેસમાં પોતાનો અહેવાલ સોંપી દીધો  છે. પ્રશાંત ભૂષણનો આરોપ છે કે રોહિંગ્યાઓની સાથે  ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જો કે આ કેસમાં એ. એસ. જી. તુષાર મહેતાએ કહ્યું છે કે કેન્દ્ર કોઇપણ પ્રકારનો ભેદભાવ રોહિંગ્યાઓ સાથે કરી રહ્યું નથી. દરેક શરણાર્થી સમાનરૂપે લાભના હકદાર બની રહ્યા છે. (પ-૪)

(11:44 am IST)