Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

તાજની સલામતી માટે પુરતા પગલા લેવાયા નથી :સુપ્રીમ

ઉદાસીનતા બદલ એએસઆઈ દ્વારા ટિકા કરાઈ :જરૂરી પગલાના સંદર્ભમાં માહિતી આપવા આદેશ કરાયો

નવી દિલ્હી,તા. ૯ :સુપ્રીમ કોર્ટે આઇકોનિક તાજમહેલના જતન કરવામાં અને તેના રક્ષણ કરવાના સંદર્ભમાં યોગ્ય પગલા લેવામાં નિષ્ફળતા બદલ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઈ)ની જોરદાર ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે  તાજમહેલને હાલમાં જેની અસર થઇ રહી છે તે તમામ પરિબળોનો ઉલ્લેખ કર્યો હતો. તાજમહેલને જીવજંતુઓના કારણે પણ અસર થઇ છે.

એએસઆઈ સહિત સત્તાવાળાઓને જરૂરી પગલા લેવા માટે તેમણે કહ્યું હતું. જસ્ટિસ એમબી લાકુર અને દિપક ગુપ્તાની બનેલી બેંચે કહ્યું હતું કે, જો એએસઆઈ દ્વારા તેની કામગીરી અસરકારકરીતે અદા કરી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઇ ન હોત. તેમણે કહ્યું હતું કે, એએસઆઈ દ્વારા જે રીતે પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે તેને લઇને અમે આશ્ચર્યચકિત છીએ. જો એએસઆઈ દ્વારા પગલા લેવામાં આવ્યા હોત તો ઘણી બધી બાબતોને ટાળી શકાય હોત. બીજી બાજુ કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત રહેલા એડિશનલ સોલીસીટર જનરલ નાડકર્ણીએ કહ્યું હતું કે, પર્યાવરણ અને વન્ય મંત્રાલય તાજમહેલના જતન અને રક્ષણના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની નિમણૂંક કરવા સુપ્રીમ કોર્ટના સુચનોને લઇને વિચારણા કરી રહ્યું છે. એઆઈએસના વકીલે એમ પણ કહ્યું હતું કે, યમૂના નદીના પાણીમાં ગંદગીના પરિણામ સ્વરુપે જીવજંતુઓની સમસ્યા ઉભી થઇ ગઇ છે. આ વર્ષે માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને કેટલીક સૂચનાઓ આપી હતી. તાજમહેલના રક્ષણ અને જતનના સંદર્ભમાં વિઝન દસ્તાવેજો રજૂ કરવા માટે ઉત્તરપ્રદેશ સરકારને કહ્યું હતું. તાજ ઝોનની આસપાસના પર્યાવરણના સંદર્ભમાં પણ વાત કરવામાં આવી હતી. તાજઝોન આગરા, ફિરોઝાબાદ, મથુરા, ઇટા જેવા જિલ્લાઓને આવરી લેતા ૧૦૪૦૦ સ્કેવર કિલોમીટરના ક્ષેત્રમાં છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્મારકના રક્ષણના સંદર્ભમાં આ વિસ્તારમાં તમામ ઘટનાક્રમ ઉપર નજર રાખી રહી છે. વર્ષ ૧૬૩૧ના મુમતાજ મહેલની યાદમાં મોગલ સમ્રાટ શાહજહાં દ્વારા આનુ નિર્માણ કરાયું હતું.

(12:00 am IST)