Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

નવાઝ શરીફ દ્વારા ભારતમાં અબજો રૂપિયા મોકલ્યા હોવાના અહેવાલ વિશ્વબેન્કે ફગાવ્યા

વિશ્વબેન્કે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનને ટાંકીને કર્યો ખુલાસો

 

વોશીંગ્ટન :વિશ્વ બેંકે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા 4.9 અબજ ડોલર (3350 કરોડ રૂપિયાથી વધુ) ભારત મોકલવાના અહેવાલોને ફગાવી દીધા છે .

  અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે પાકિસ્તાની મીડિયાએ વિશ્વ બેંકની 2016 માટે જાહેર કરાયેલ રેમિટેન્સ એન્ડ માઇગ્રેશન અહેવાલના હવાલાથી અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા.જેના પર સ્પષ્ટતા આપતા વિશ્વ બેંકે કહ્યુ છે કે અહેવાલમાં મની લોન્ડ્રિંગ અથવા કોઇ પણ વ્યકિતના નામનો ઉલ્લેખ કરાયો નથી. વિશ્વ બેંકે કહ્યુ છે કે તેના વાર્ષિક અહેવાલમાં બે દેશો વચ્ચે નાણાંની લેવડ-દેવડની વિષ્લેષણ કરવામાં આવે છે.

    અહેવાલ અનુસાર વિશ્વ બેંકે પોતાના નિવેદનમા સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (એસબીપી)ના ખુલાસાનો હવાલો આપવામાં આવ્યો છે. એસબીપીએ 21 સપ્ટેમ્બર 2016ના રોજ 4.9 લાખ અબજ રૂપિયા ભારત મોકલવાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે

  વિશ્વ બેંકના અહેવાલમાં ઉપયોગ કરાયેલ પદ્ધતિની જાણકારી આપતા એસબીપીએ બન્ને દેશો વચ્ચે થયેલ નાણાંની લેવડ-દેવડની અધિક્રુત આંકડાકીય માહિતી પણ જાહેર કરી છે

(9:39 am IST)