Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ફોર્બ્સની દુનિયાના ૧૦ સૌથી શકિતશાળી નેતાઓની યાદીમાં ચીનના રાષ્‍ટ્રપતિ શી જિનપિંગ પ્રથમ સ્‍થાનેઃ નરેન્‍દ્રભાઇ મોદી ૯મા સ્‍થાને

ન્‍યૂયોર્કઃ ફોર્બ્સ દ્વારા દુનિયાના ૧૦ સૌથી શકિતશાળી નેતાઓની યાદીમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર પહેલા સ્થાન પર બિરાજમાન થયા છે. તે રૂસી નેતા વ્લાદિમીર પુતિનને હટાવીને પહેલા સ્થાને પહોંચ્યા છે. જ્યારે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી ૯મા સ્‍થાને પહોંચ્યા છે. ફોર્બ્સ 2018 લિસ્ટમાં દુનિયાને ચલાવનાર સૌથી શક્તિશાળી 75 નામોમાં સામેલ કરવામાં આવ્યા છે. ફોર્બ્સે યાદી જાહેર કરતાં કહ્યું કે ''દુનિયામાં લગભગ 7.5 અરબ લોકો છે પરંતુ આ 75 લોકો દુનિયાને ચલાવે છે. ફોર્બ્સની યાદીની વાર્ષિક રેકિંગમાં દર એક અરબમાંથી એક એવો વ્યક્તિ પસંદ કરવામાં આવે છે જેના નિર્ણય સૌથી વધુ મહત્વ ધરાવે છે. 

ફોર્બ્સે કહ્યું કે પીએમ મોદી દુનિયાના બીજા સૌથી વધુ વસ્તીવાળા દેશ (ભારત)માં ''ખૂબ જ લોકપ્રિય બન્યા છે.'' તેમાં મની લોડ્રિંગ અને ભ્રષ્ટાચાર વિરૂદ્દ લડવા માટે મોદી સરકારના નવેમ્બર 2016ના નોટબંધીના નિર્ણયનો હવાલો આપવામાં આવ્યો છે. તાજેતરના વર્ષોમાં પીએમ નરેંદ્ર મોદીએ આધિકારિક યાત્રા દરમિયાન ડોનાલ્ડ ટ્રંપ અને શી જિનપિંગ સાથે મુલાકાત કરી અને વૈશ્વિક નેતાના રૂપમાં પોતાની ઓળખ વધારી છે. આ ઉપરાંત તે જલવાયુ પરિવર્તનને સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોમાં એક મુખ્ય વ્યક્તિ તરીકે ઉભર્યા છે.

રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં પીએમ નરેંદ્ર મોદી ઉપરાંત સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે. તો બીજી તરફ માઇક્રોસોફ્ટના સીઇઓ ભારતીય મૂળના સત્યા નડેલાને 40મા સ્થાને રાખવામાં આવ્યા છે. અંબાણી પર ફોર્બ્સે કહ્યું કે અરબપતિ ઉદ્યોગપતિએ 2016માં ભારતના અતિ-પ્રતિસ્પર્ધી બજારમાં 4-G સેવા જિયો શરૂ કરીને પ્રાઇઝ વોર શરૂ કરી દીધું.

શી જિનપિંગ સતત છેલ્લા ચાર વર્ષથી આ યાદીમાં ટોચ પર રહ્યા છે પુતિનને બીજા સ્થાને ધકેલી દીધા છે. યાદીમાં ત્રીજા સ્થાન પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, ચોથા સ્થાને જર્મનીના ચાંસલર એંજેલા મર્કેલ અને પાંચમા સ્થાને અમેજોનના પ્રમુખ જૈફ બેસોસ છે. પીએમ નરેંદ્ર મોદી બાદ ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગ (13મા), બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે (14), ચીનના વડાપ્રધાન લી ક્વિંગ (15), એપલના સીઇઓ ટિમ કુક (24)મા સ્થાને રાખવામાં આવ્યા છે .આ વર્ષની યાદીમાં 17 નામોને સામેલ કરવામાં આવ્યા છે, તેમાં સાઉદી અરબના શહજાદા મોહંમદ સલમાન સઉદ (8મા) પણ છે. યાદીમાં પોપ ફ્રાંસિસ (6), બિલ ગેટ્સ (7), ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રો (12), અલીબાબાના પ્રમુખ જૈક મા (21) પણ સામેલ છે. 

(12:00 am IST)