Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

મમતા બેનરજીની સુરક્ષામાં મોટી ચૂક : હેલિકોપ્ટર રસ્તો ભુલી ગયું :રેલીના સ્થળને બદલે પહોંચ્યું બાંગ્લાદેશ બોર્ડર

રેલીમાં અડધો કલાક મોડા પહોંચ્યા:તપાસના આદેશ અપાયા

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીની સુરક્ષામાં ભારે ચૂક થઈ હતી. તેઓ ઉત્તર દિનાજપુરમાં રેલી માટે જવાના હતા પણ જે હેલિકોપ્ટરથી તે જઈ રહ્યા તે રસ્તો ભટકી ગયું હતું. જેથી મમતા બેનરજી રેલીમાં અડધો કલાક મોડા પહોંચ્યા હતા. આ ઘટનાને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

   આ ઘટના બુધવારે 1.05 કલાકે બની હતી. સિલીગુડીમાં મમતા બેનરજી હેલિકોપ્ટરથી રવાના થયા હતા. લગભગ 1 કલાકને 27 મિનિટે તેણે ઉત્તર દિનાજપુર પહોંચવાનું હતું. જોકે તે બપોરે 2 વાગે રેલીના સ્થાન ઉપર પહોંચ્યા હતા

(12:21 am IST)