Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

લોકશાહી પર્વની સાથે સાથે

વિધાનસભાની ચૂંટણી પણ સાથે સાથે યોજાશે

નવી દિલ્હી, તા. ૧૦:  જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે લોકશાહીના સૌથી મોટા પર્વની આવતીકાલે શરૂઆત થઇ રહી છે. ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોઇ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કાની ચૂંટણીની સાથે સાથે નીચે મુજબ છે.

*    પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોને આવરી લેતી ૯૧ સીટ પર મતદાન યોજનાર છે.

*    નિતિન ગડકરી સહિત પ્રથમ તબક્કાની ચૂંટણીમાં અનેક મોટા માથા ભાગ્ય અજમાવી રહ્યા છે.

*    લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી.ત્યારબાદ પ્રચારની કામગીરી ચાલી રહી છે.

*    પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો

*    લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી યોજનાર છે.જે પૈકી પ્રથમ તબક્કામાં આવતીકાલે મતદાન થશે

*    ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.તમામ મતદારો પણ ઉત્સુક બન્યા

*    તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ.

*    તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવનાર છે

*    સામાન્ય ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

*    ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે.

*    ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે.

*    ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી

*    છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

(3:56 pm IST)