Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર : હાર્દિક પટેલનું કદ વધ્યું:રાજસ્થાનમાં પ્રચારક તરીકે મોટી જવાબદારી

અહેમદ પટેલ અને નારણ રાઠવાને પણ સ્ટાર પ્રચારક બનાવાયા

નવી દિલ્હી :કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઇ છે જેમાં પાસના નેતા હાર્દિક પટેલનો સમાવેશ કરાયો છે હાર્દિક પટેલનું કદ વધતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

    કોંગ્રેસે બીજી વખત સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે. કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાતમાંથી હાર્દિક પટેલનો સમાવેશ કરાયો છે. હાર્દિક પટેલ સિવાય સિનીયર કોંગ્રેસી નેતા અને ખજાનચી અહેમદ પટેલ પણ સ્ટાર પ્રચારક તરીકે સમાવેશ કરાયો છે. આ સિવાય નારણ રાઠવાને પણ સ્ટાર પ્રચારક બનાવાયા છે.

     રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવા માટે કોંગ્રેસે જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં કોંગ્રેસનાં ટોચનાં નેતાઓ સામેલ છે. આ યાદીમાં ગુજરાતમાંથી માત્ર પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલનું નામ સામેલ કરાયું છે. કોંગ્રેસમાં વર્ષોથી કામ કરતા અનેક નેતાઓ ગુજરાતમાં છે, તેમાંથી એક પણ નેતાનો સ્ટાર પ્રચારક તરીકે સમાવેશ કરાયો નથી.

 

(2:25 pm IST)