Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

વીમાના દાવાની રકમ પોલીસી ધારક હપ્તાવાર પણ ઉપાડી શકશે

IRDAઆ વિષયમાં માર્ગરેખા ફાઇનલ કરી રહ્યું છે

નવીદિલ્હી, તા.૧૦: ચોકકસ પોલીસમાં ધારક તેના કલેઇમની રકમ હપ્તાવાર લઇ શકે એવી સુવિધા આપવાનું ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિડી(IRDA)વિચારે છે. પર્સનલ એકિસડન્ટ અને હેલ્થ આધારિત પોલીસ સમાન કેટલીક પોલીસીમાં ગ્રાહકને તેના કલેઇમનાં નાણાં સમયાંતરે ઉપાડવાનો વિકલ્પ આપવા વિચારણા થઇ રહી છે.

આ વિષયમાં એક વર્કિગ ગ્રુપની રચના કરાઇ હતી, જેણે તેનો રિપોર્ટ સુપરત કર્યો છે. આ રિપોર્ટમાં હપ્તાવાર પેમેન્ટની સવલત આપવાની ભણામણ થઇ છે. હવે આ IRDA એ આ વિષયમાં માર્ગરેખા તૈયાર કરી તેના સ્ટેંકહોલ્ડર્સને કમેન્ટ માટે મોકલી આપી છે. આની પાછળનો ઉદેશ એવો છે કે કલેઇમન્ટને તેનાં નાણાં પોતાની નિયમિત આવક સ્વરૂપે કે જરૂરિયાત મુજબ સમયાંતરે મળે. આ સૂચિત માગરેખા અનુસાર કલેઇમન્ટને તેના કલેઇમની રકમ લમસમ સ્વરૂપે યા હપ્તાવાર મેળવવાનો વિકલ્પ અપાશે અથવા તે બન્ને માર્ગના ભાગ પાડીને પણ રકમ મેળવી શકે છે. જોકે આ ઉપાડની રકમ પાંચ વરસમાં પૂર્ણ કરવાની રહેશે.

વીમાકંપનીઓએ આ માટે વીમાના વેચાણ દરમ્યાન આ ઓફર કરવાની રહેશે અને આ માટેની પ્રોસિજર પણ નકકી કરવાની રહેશે. આ બન્ને વિકલ્પ માટે પ્રીમિયમ રકમ સમાન રહેશે.

આ વિષયમાં પોલીસીધારકોના હિતમાં પોલીસમાં આ અંગેની સમજણ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં આપવાની રહેશે.

(11:41 am IST)