Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ચૂંટણી પંચે ઈન્કમટેક્ષ સહિતની તપાસ એજન્સીઓનો કાન આમળ્યો... દરોડા પાડતા પહેલા અમને જાણ કરવી પડશે

મધ્યપ્રદેશમાં દરોડાએ મચાવ્યો હોબાળો

નવી દિલ્હી, તા. ૧૦ :. મધ્યપ્રદેશ અને દિલ્હીમાં થયેલી આયકર ખાતાની કાર્યવાહીને કારણે રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ બાબતે ચૂંટણી પંચે પણ આકરૂ વલણ અપનાવ્યુ છે. ચૂંટણી પંચે નાણાકીય એજન્સીઓને જણાવ્યુ છે કે કોઈપણ દરોડો પાડતા પહેલા અમને જાણ કરવાની રહેશે. દરોડા કોંગી નેતાઓના નજીકના લોકોને ત્યાં પડયા હતા જેને વિપક્ષોએ બદલાની કાર્યવાહી ગણાવી હતી.

ચૂંટણી પંચના સૂત્રોનું માનવીએ તો મધ્યપ્રદેશમાં જે દરોડા પાડવામાં આવ્યા તેની ચૂંટણી પંચને માહિતી નહોતી. માત્ર કેન્દ્રીય ચૂંટણી કમિશ્નર જ નહીં પરંતુ પ્રદેશના ચૂંટણી અધિકારીઓને પણ કોઈ માહિતી નહોતી. હવે ચૂંટણી પંચે તપાસ એજન્સીઓને સ્પષ્ટ જણાવી દીધુ છે કે, ચૂંટણી આચારસંહિતા લાગુ છે તેવામાં ભ્રષ્ટાચાર સંબંધીત કોઈ રેડ કે કાર્યવાહીની માહિતી તેણે ચૂંટણી પંચ કે રાજ્યના ચૂંટણી અધિકારીને આપવાની રહેશે.

ચૂંટણી પંચના આકરા વલણ પર આયકર વિભાગનું કહેવુ છે કે આચારસંહિતા અને કાર્યવાહીથી પહેલા પંચે નિયંત્રણમાં રાખવાની વાત જણાવી છે તેની અમને જાણ છે.

(10:21 am IST)