Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

અમેરિકા દ્વારા ૪ અવકાશયાત્રીઓ સાથે નવેમ્‍બર ૨૦૨૪માં મૂન મિશન લોન્‍ચ થશેઃ ચંદ્ર આસપાસ ફરશે ઉતરાણ નહીં કરે

ન્‍યુયોર્ક, તા.૧૦: નાસા દ્વારા ૪ અવકાશયાત્રીઓ સાથે નવેમ્‍બર ૨૦૨૪માં મૂન મિશન લોન્‍ચ થશેઃ આર્ટેમિસ ૨ યાન, નવેમ્‍બર ૨૦૨૪ના અંતમાં લોન્‍ચ થવાનું છે, જે ચંદ્રની આસપાસ ચાર અવકાશયાત્રીઓ સાથે ઉડ્ડયન કરશે પરંતુ ચંદ્ર ઉપર ઉતરાણ નહીં કરે. આ પછી આર્ટેમિસ ૩ યાન  જશે અને ચંદ્ર ઉપર માનવ વસાહત ઉભી કરવાનું આયોજન છે.  ત્‍યારબાદ ૧૨ મહિનાની મંગળયાત્રા પણ હાથ ધરાશે.

૧૯૭૨ ના એપોલો મિશન પછી પ્રથમ વખત નાસા ચંદ્ર ઉપર ફરી માનવ લઈ જવા મિશન હાથ ધરી રહ્યું છે. ચંદ્રની આસપાસ ૨૫ દિવસથી વધુની મુસાફરી કર્યા પછી માનવરહિત યાન પળથ્‍વી પર સુરક્ષિત રીતે પાછા ફર્યા સાથે ઓરિયન કેપ્‍સ્‍યુલ સાથેનું ડિસેમ્‍બરમાં પ્રથમ આર્ટેમિસ મિશન પૂર્ણ થયું હતું.

(11:57 am IST)