Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

મુખ્યમંત્રી બનતા તીરથસિંહ રાવતે બદલ્યો ત્રિવેન્દ્ર સિંહ સરકારનો નિર્ણય : કહ્યું હરિદ્વાર કુંભ માટે દુનિયાભરના શ્રદ્ધાળુઓનું સ્વાગત

દિવ્ય-ભવ્ય કુંભ માટે સરકાર તમામ તાકાત લગાવી દેશે:કુંભમાં તમામ શાહી સ્નાન થશે: ક્યાંય કોઈ કાપ મુકવામાં નહીં આવે

ઉત્તરાખંડના સીએમ બન્યાના કેટલાક કલાકો પછી જ તીરથ સિંહ રાવતે હરિદ્વાર  કુંભને લઇને મોટો નિર્ણય લીધો છે. તીરથ સિંહ રાવતે કહ્યું કે, હરિદ્વાર કુંભ માટે આખી દુનિયાથી શ્રદ્ધાળુઓનું સ્વાગત છે. કુંભમાં તમામ શાહી સ્થાન થશે. સીએમ તીરથ સિંહ રાવતે કહ્યું કે, દિવ્ય-ભવ્ય કુંભ માટે સરકાર તમામ તાકાત લગાવી દેશે. તેમણે કહ્યું કે, કુંભમાં તમામ શાહી સ્નાન થશે, ક્યાંય કોઈ કાપ મુકવામાં નહીં આવે. હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા થશે. સીએમ રાવતે કહ્યું કે, સંતોનું માન-સન્માન સૌથી ઉપર છે

ઉત્તરાખંડના સીએમે કહ્યું કે, શ્રદ્ધાળુઓને રોકવા-ટોકવામાં નહીં આવે.તેમને તમામ સુવિધાઓ આપવામાં આવશે. આખી દુનિયાથી આવી રહેલા શ્રદ્ધાળુઓનું હરિદ્વારમાં સ્વાગત છે. ઉલ્લેખનીય છે કે હરિદ્વાર કુંભનું પહેલું શાહી સ્નાન 11 માર્ચના થવાનું છે. આમાં 10, 11 અને 12 માર્ચના હરિદ્વાર જિલ્લામાં એન્ટ્રી માટે 72 કલાકની અંદરની કોરોના નેગેટિવ રિપોર્ટ અને હેલ્થ સર્ટિફિકેટ લાવવું અનિવાર્ય છે.

આ પહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતની આગેવાનીમાં કુંભ મેળા 2021ને લઇને અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં શાહી સ્નાનોના દિવસે વીઆઈપી મૂવમેન્ટ પર પ્રતિબંધ, શ્રદ્ધાળુઓએ કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવ્યા બાદ એન્ટ્રી જેવા તમામ નિર્ણય સામેલ હતા. ત્રિવેન્દ્ર સરકારમાં જે નિર્ણય કરવામાં આવ્યા તે પ્રમાણે, ટ્રેન, બસો અને કૉમર્શિયલ વાહનોમાં આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટની સાથે બૉર્ડિંગ કરવાનું રહેશે. સરહદ ચેકપોસ્ટ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, હોટલ, ધર્મશાળામાં ઈ-પાસ અને ઈ-પરમિટને વેરિફાઈ કરવામાં આવશે.

ઈ-પાસ વગર આવનારા ભક્તોને મેળા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. અન્ય રાજ્યોથી આવનારા તમામ ભક્તો પોતાના યાત્રા સ્થાનથી મૂળ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર, જિલ્લા હૉસ્પિટલ, મેડિકલ કૉલેજથી મેડિકલ સર્ટિફિકેટ લાવવાનું રહેશે. આને રજિસ્ટ્રેશન પોર્ટલમાં પણ અપલોડ કરવામાં આવશે અને આની તપાસ કરવામાં આવશે. મેડિકલ સર્ટિફિકેટ વગર ભક્તોને મેળા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.

(12:16 am IST)