Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

રાજસ્થાનના ધોલપુરમાં ૬૦ વર્ષના વૃદ્ધ બીજી પત્ની લાવવાની જીદે વીજ થાંભલા પર ચડ્યા

થાંભલા પર ચડીને આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હોવાનો ફોટો અને વીડિયો વાયરલ: બુઝુર્ગને ૩ છોકરા અને બે છોકરીઓ છે. તમામ સંતાનોના લગ્ન થઇ ગયા છે

રાજસ્થાનના ધોલપુરમાં ૬૦ વર્ષનો બુઝુર્ગ તેની બીજી પત્ની લાવવાની જીદ્ કરીને હાઇ વોલ્ટેજ વીજળીના થાંભલા પર ચડીને આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હોવાનો ફોટો અને વીડિયો વાયરલ થયો છે. ચાર વર્ષ પહેલા આ બુઝુર્ગની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું, બુઝુર્ગને ૩ છોકરા અને બે છોકરીઓ છે. તમામ સંતાનોના લગ્ન થઇ ગયા છે છતાં બીજી વાર પરણીને પત્ની લાવવાના અભરખા જાગ્યા હતા.

તે કોઇ પણ ભોગે બીજી પત્ની લાવવા ઇચ્છૂક હતા પરંતુ પરીવારના લોકો ના પાડતા તે ૧૧ કેવી વોલ્ટ ધરાવતા વીજળીના થાંભલા પર ચડી ગયો હતો.

સડસડાટ થાંભલા ઉપર ચડતો હતો ત્યારે જોનારાના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા પરંતુ કહાનીમે ટવીસ્ટ્ હૈ એ જ સમયે વીજળીના થાંભલાનો કરંટ ઓફ હતો આથી દોરડુ પકડવા છતાં જીવતા લટકી રહયા હતા. લોકોએ જીવતા જોઇને મહા મહેનતે થાંભલા પરથી નીચે ઉતાર્યા હતા. સબ સ્ટેશનના કર્મચારીઓને જાણ થતા જયાં સુધી બુર્ઝુગને સલામત ઉતારવામાં ન આવ્યા ત્યા સુધી પાવર ઓફ જ રાખ્યો હતો. નીચે ઉતાર્યા પછી પરીવારજનોએ બીજી પત્ની લાવવા માટે સંમત થયા કે નહી તે જાણવા મળતું નથી પરંતુ થાંભલા પર ચડીને લટકતા બુર્ઝુગનો વીડિયો સોશિયલ મીડિયામાં લોકો શેર કરી રહયા છે.

(12:06 am IST)