Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો : તેમની માતા દુલારીને પણ રસી લગાવાઈ

અભિનેતાએ તેમની માતાની રસી વિશે એક મજેદાર વીડિયો શેર કર્યો

મુંબઈ :બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. અનુપમ ખેરની સાથે તેમની માતા દુલારીને પણ આ રસી લગાવાઈ છે. અભિનેતાએ તેમની માતાની રસી વિશે એક મજેદાર વીડિયો શેર કર્યો છે. જ્યારે કેટલાક લોકો રસી લેવાનું ડરતા હોય છે, ત્યારે અનુપમ ખેરની માતાએ ડર્યા વગર રસી લીધી છે.

અનુપમ ખેરે કોરોના રસી લગાવીને વીડિયો શેર કર્યો અને ડોક્ટરોનો આભાર માન્યો. તેમણે વીડિયો શેર કરતી વખતે લખ્યું - કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો. ભારતના તમામ ડોકટરો, તબીબી કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને ભારત સરકારનો આ શક્ય બનાવા બદલ આભાર. ભારત રોક્સ. જય હો.

(9:43 pm IST)