Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

અંબાણીના ઘર પાસે વિસ્ફોટકોના મામલે એનઆઈએના દરોડા

ઘર બહાર મળેલી કારના માલિકના મોત પર ચકચાર : ચકચારી કેસમાંથી પોલીસ અધિકારી સચિન વાજેનને મહારાષ્ટ્ર સરકારે ક્રાઈમ બ્રાન્ચમાંથી હટાવી દેવામાં આવ્યા

નવી દિલ્હી : મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મુકાયેલી વિસ્ફોટકોથી ભરેલી કારના માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મોતનો મામલો વધારે ચકચાર મચાવી રહ્યો છે.

આ મામલાની તપાસ હવે એનઆઈએ(નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી)ને સોંપવામાં આવી છે અને આજે એનઆઈએ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા.બીજી તરફ આ કેસમાં પોલીસ અધિકારી સચિન વાજેને મહારાષ્ટ્ર સરકારે ક્રાઈમ બ્રાન્ચમાંથી હટાવી દીધા છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ બાબતની જાણકારી આપી હતી.આ કેસમાં સચિન વાજેની ભૂમિકા શંકાના ઘેરામાં છે.દરમિયાન વિપક્ષ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભામાં આ મામલે ગંભીર આરોપો લગાવ્યા છે અને સચિન વાજેને સસ્પેન્ડ કરવાની અને તેમની ધરપકડ કરવાની માંગણી કરીને હંગામો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં ખાડીમાંથી મળ્યો હતો અને હિરેનની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, મનસુખની હત્યા કરીને મૃતદેહ ખાડીમાં ફેંકાયો હતો અને તેમાં પોલીસ ઓફિસર સચિન વાજેનો હાથ છે.

(9:29 pm IST)