Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

રાહુલે ગાંધી૧૨ વર્ષના બાળકને સ્પોટર્સ શૂઝ મોકલ્યા

કોંગ્રેસ દ્વારા લોકસંપર્ક વધારવાનો પ્રયાસ

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ૧૨ વર્ષના એક બાળકને કરેલો વાયદો નિભાવ્યો છે. રાહુલ ગાંધી કન્યાકુમારીની યાત્રા પર હતા ત્યારે તેમણે રસ્તા પર ખુલ્લા પગે પૂર્વ સીએમ કામરાજનુ પોસ્ટર લઈને ઉભેલા એક ૧૨ વર્ષના બાળકને જોયો હતો.તે વખતે રાહુલ ગાંધીએ ચા પીવા માટે રસ્તા પરના એક સ્ટોલ પાસે પોતાની ગાડી રોકાવી હતી.

તે સમયે રાહુલ ગાંધીએ એન્ટની ફેલિક્સ નામના આ બાળક સાથે વાત કરી હતી અને રાહુલ ગાંધીએ તેને પૂછ્યુ હતુ કે તને શું કરવાનુ વધારે પસંદ છે ત્યારે બાળકે રાહુલ ગાંધીને કહ્યુ હતુ કે, હું ૧૦૦ મીટરની રેસમાં ભાગ લેતો હોઉં છુ અને તે વખતે રાહુલ ગાંધીએ આ બાળકને સ્પોર્ટસ શૂઝ મોકલી વાયદો કર્યો હતો , સાથે સાથે તેની ટ્રેનિંગ માટે પણ મદદ કરવાની ખાતરી આપી હતી. રાહુલ ગાંધીએ પોતાનો વાયદો નિભાવ્યો છે અને ફેલિક્સને સ્પોર્ટસ શૂઝ મોકલી આપ્યા છે.આ જોઈને ફેલિક્સ ખુશખુશાલ છે.

(9:27 pm IST)