Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ઓર્ડર રદ કરતા ઝોમેટોના ડિલિવરીબોયે મહિલાને નાક તોડ્યું

ઓર્ડર પહોંચાડવામાં વિલંબ થવાથી તેણે ઓર્ડર રદ કરતા નાક પર ગંભીર ઇજા પહોંચાડી નાકનું હાડકું તૂટી ગયું હવે તેને સર્જરી કરાવવી પડશે.

બેંગલુરુમાં ફૂડ એપ ઝોમેટોના ડિલિવરીબોયે હુમલો કરતા એક મહિલાનું નાક તોડી નાંખ્યું તેને લોહીલુહાણ કરી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાએ ઝોમેટો પર આપેલો ઓર્ડર પહોંચાડવામાં વિલંબ થવાથી તેણે ઓર્ડર રદ કરતા ડિલિવરીબોયે મહિલાને નાક પર પંચ મારી તેનું નાકનું ટેરવા પર ગંભીર ઈજા પહોંચાડી હતી અને તેને લોહીલુહાણ કરી દીધી હતી.

હિતેશા ચંદ્રાણી નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને સમગ્ર હકીકત જણાવી હતી. હિતેશાના મતે જ્યારે તેણે ઝોમેટોનો ઓર્ડર કેન્સલ કરી દીધો તેને પગલે ડિલિવરીએક્ઝિક્યુટીવ રોષે ભરાયો હતો અને તેણે તેના પર હુમલો કર્યો હતો. વીડિયોમાં હિતેશાને નાક પર ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાય છે અને તેને લોહી પણ નિકળી રહ્યું હતું. આ ઘટના અંગે ઝોમેટોએ પણ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સ્થાનિક પ્રતિનિધિ પોલીસ તપાસ માટે મદદ કરવા તમારા સંપર્કમાં રહેશે.

હિતેશાએ વધુમાં જણાવ્યું કે, મે આપેલો ઓર્ડર પહોંચાડવામાં વિલંબ થયો હોવાથી મેં ઓર્ડર કેન્સલ કર્યો હતો અને તે અંગે હું કસ્ટમર કેર સાથે વાતચીત કરતી રહી હતી ત્યારે ડિલિવરી બોયે આ કૃત્ય કર્યું હતું. તેણે મારા નાક પર પંચ માર્યો અને મને લોહી નિકળવા લાગ્યું હતું. મહિલાએ દાવો કર્યો હતો કે ગંભીર રીતે ઘવાતા તેને નાકનું હાડકું તૂટી ગયું હતું અને હવે તેને સર્જરી કરાવવી પડશે.

(9:06 pm IST)