Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

પાકિસ્તાનમાં લઘુમતી કોમની યુવતીઓના અપહરણ અને ફરજીયાત નિકાહના વધી રહેલા બનાવો : ફૈસલાબાદની સગીર ખ્રિસ્તી યુવતીનું ફરજીયાત ધર્માન્તર કરાયું : અપહરણ કરનાર સાથે નિકાહ કરાવી ફાતિમા નામ રાખ્યું : પરિવારજનોને ધમકી આપી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી કોમની યુવતીઓના અપહરણ અને ફરજીયાત  નિકાહના બનાવો વધી રહ્યા છે. જે મુજબ  ફૈસલાબાદમાં સ્થાયી થયેલા ખ્રિસ્તી પરિવારની સગીર યુવતીનું ગયા વર્ષે 25 જૂનના રોજ અપહરણ કરાયું હતું . તથા પરિવારજનોને ધમકી આપી જણાવ્યું હતું કે વિરોધ કરશો તો દીકરી પાછી જીવતી નહીં આવે .

તેમછતાં પોલીસ ફરિયાદ કરવા ગયેલા યુવતીના પિતાની ફરિયાદ પોલીસે લીધી નહોતી.માથે જતા ગાળો આપી કાઢી મુક્યા હતા .

અપહરણ કરનારે આ યુવતીનું ફરજીયાત ધર્માન્તર કરાવ્યું છે. તથા તેની સાથે નિકાહ કરી લઇ ફાતિમા નામ રાખ્યું છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:33 pm IST)