Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

બેદરકાર અધિકારીઓની ગડકરીએ ફરી ઝાટકણી કાઢી :કહ્યું- સરકાર શું માત્ર મફતમાં પગાર આપે ?

ગાય ભેંસને સારી ખોરાક એટલા માટે આપીએ છીએ કે તે વધુ દૂધ આપે. જો ખોરાક આપ્યા પછી પણ દૂધ ના મળે તો પશુઓનું શું ઉપયોગ?

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને MSME મંત્રી નિતિન ગડકરીએ એકવાર ફરી સરકારી ઓફિસરોની ઝાટકણી કાઢી છે. એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે શું સરકાર માત્ર એટલા માટે છે કે અધિકારીઓને મફતમાં પગાર આપે? ગડકરીએ આ વાત ટેક્નોલોજી સેન્ટર્સ એન્ડ એક્સટેન્શન સેન્ટર્સ ઓફ MSME ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન કરી. આ કાર્યક્રમનું આયોજન વર્ચુઅલી કરવામાં આવ્યું હતુ

ગડકરી MSME અને મંત્રાલયના ઇન્વેસ્ટમેન્ટ દ્વારા રાજ્યમાં થનારી ગ્રોથ જેવા મુદ્દા પર પોતાનો મત મૂકી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે MSMEના જિલ્લા સ્તરે અધિકારીઓને પહલમાં ભાગ લેવું જોઇએ અને તમામ સ્ટેકહોલ્ડર્સ વચ્ચે કો-ઓપરેશન અને કોમ્યુનિકેશન સાધવું જોઇએ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આપણે મહત્તમ આઉટપુટ આપવું પડશે અને જોવું પડશે કે જે જિલ્લાઓમાં ઉદ્યોગો સ્થાપ્યા છે. ત્યાં આર્થિક સ્થિતિ કેવી છે અને આપણા રોકાણમાંથી ત્યાંની ગરીબી-બેકારી દૂર કરવા અને રાજ્યના વિકાસ દરમાં આપણે કેટલુ યોગદાન આપ્યું છે? આ જ મુદ્દા પર બોલતા ગડકરીએ ફરીથી બેદરકારી દાખવતા અધિકારીઓની ઝાટકણી કાઢી છે. નિતિન ગડકરીએ જણાવ્યું કે,“જો આપણે બિલકુલ પણ ફાળો નથી આપ્યો, તો હું પૂછું છું કે આટલા ઓફિસરો અને રોકાણની શી જરૂર? શું સરકાર એટલા માટે છે કે તમે લોકોને મફતની પગાર આપીએ.

ગડકરીએ વધુમાં જણાવ્યું કે આપણે ગાય ભેંસને સારી ખોરાક એટલા માટે આપીએ છીએ કે તે વધુ દૂધ આપે. જો ખોરાક આપ્યા પછી પણ દૂધ ના મળે તો પશુઓનું શું ઉપયોગ?

આ પ્રથમ વખત નથી જ્યારે નિતિન ગડકરીએ બેદરાકર અને આલસી અધિકારીઓના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હોય. અગાઉ તેઓ NHAI યોજનામાં મોડું થતા ટોચના અધિકારીઓની ઝાટકઢી કાઢી હતી.

દ્વારકામાં NHAIના ભવનના નિર્માણમાં નવ વર્ષ લાગી જતા મંત્રીએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેના માટે જવાબદાર ઓફિસરોની ભવનમાં તસવીર લાગવી જોઇએ, જેથી લોકોને ખબર પડે કે ક્યા મહાન હસ્તિઓના કારણે એક ભવન બનાવવામાં નવ વર્ષ લાગી ગયા

(8:19 pm IST)