Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

સેન્સેક્સમાં ૨૫૪, નિફ્ટીમાં ૭૬ પોઈન્ટનો ઊછાળો

ફાર્મા અને આઈટીના શેરોમાં મજબૂત વલણ : ઓએનજીસી, કોટક બેંક, આઇટીસી, એચડીએફસી બેન્ક, પાવરગ્રિડના શેરના ભાવમાં કડાકો : અનેક શેરોમાં વૃદ્ધિ

મુંબઈ, તા. ૧૦ : શેરબજારોમાં સતત ત્રીજા દિવસે ઉછાળો બોલી ગયો અને બીએસઈ સેન્સેક્સ બુધવારે ૨૫૪ પોઇન્ટ વધીને ૫૧,૨૭૯.૫૧ ની સપાટીએ બંધ રહ્યો. સકારાત્મક વલણ વચ્ચે ફાર્માસ્યુટિકલ, આઇટી અને ઓટો કંપનીઓના શેરોએ બજારમાં મજબૂતી મેળવી. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૫૪.૦૩ પોઈન્ટ એટલે કે ૦.૫૦ ટકા વધીને ૫૧,૨૭૯.૫૧ ના સ્તર પર બંધ થયા છે.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૭૬.૪૦ પોઇન્ટ એટલે કે ૦.૫૧ ટકા વધીને ૧૫,૧૭૪.૮૦ પર બંધ રહ્યો છે. સેન્સેક્સ શેરોમાં બજાજ ફાઇનાન્સ સૌથી વધુ ઊંચકાયો હતો. તે લગભગ ૨ ટકા વધ્યો. આ ઉપરાંત સન ફાર્મા, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, બજાજ ઓટો અને ઇન્ફોસીસમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.

બીજી બાજુ, જે શેરોમાં ઘટાડો થયો તેમાં ઓએનજીસી, કોટક બેંક, આઇટીસી, એચડીએફસી બેક્ન અને પાવરગ્રિડનો સમાવેશ છે. રિલાયન્સ સિક્યોરિટીઝના વ્યૂહાત્મક વડા વિનોદ મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં સતત ત્રીજા દિવસે મુખ્યત્વે સકારાત્મક વૈશ્વિક સંકેતો જોવા મળી રહ્યા છે. આઇટી, ધાતુઓ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરમાં એક ટકાનો વધારો થયો છે. ઓટો કંપનીઓના શેરમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી. જાહેર ક્ષેત્રની બેંકો સિવાય, મોટાભાગના સેગમેન્ટના શેર સૂચકાંકો નફાકારક હતા.

એશિયામાં શાંઘાઈ માર્કેટ અને દક્ષિણ કોરિયાના કોસ્પીનું કમ્પોઝિટ ઇન્ડેક્સ નુકશાનમાં હતું જ્યારે હોંગકોંગ અને ટોક્યો

શેરબજારમાં વેગ મળ્યો. યુરોપના મુખ્ય બજારોમાં ભારતીય સમય અનુસાર બપોર પછી ખુલતામાં જોરદાર વલણ રહ્યું હતું. દરમિયાન, વૈશ્વિક ક્રૂડ ઓઇલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ૦.૫૯ ટકા ઘટીને ૬૭.૧૨ ડોલર પ્રતિ બેરલ પર હતો.

(7:44 pm IST)