Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

યોગ્ય રીતે માસ્ક ન પહેરનારા મુસાફરને ઊતારી દેવા હુકમ

કોરોના ગાઈડલાઈન્સના પાલન પર કોર્ટનું કડક વલણ : દિલ્હી હાઈકોર્ટે તમામ સ્થાનિક એરલાઈન્સ-ડીજીસીએને દિશા નિર્દેશ જારી કર્યા : કેસ વધતા કોર્ટે કરેલો આદેશ

નવી દિલ્હી, તા. ૧૦ : દિલ્હી હાઈકોર્ટે પ્લેનમાં મુસાફર દ્વારા યોગ્ય રીતે માસ્ક ના પહેરવાની ચિંતાજનક સ્થિતિ પર કડક નિવેદન આપ્યુ છે અને તેના સંબંધિત કડક પાલન માટે તમામ ઘરેલુ એરલાઈન્સ અને ડીજીસીએને દિશાનિર્દેશ જારી કર્યા છે. જેમાં ઉલ્લંઘન કર્તાઓ માટે દંડાત્મક કાર્યવાહી અને વિમાનની સમય-સમય પર તપાસ કરવાનુ સામેલ છે.

જસ્ટિસ સી હરિ શંકરે જોયુ કે મુસાફરોએ એરપોર્ટ પર યોગ્ય રીતે માસ્ક પહેરેલા નહોતા. તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યુ અને અનુપાલન માટે તાત્કાલિક દિશાનિર્દેશ જારી કર્યા. હાઈકોર્ટે સોમવારે પસાર પોતાના આદેશમાં કહ્યુ તે એક ખતરનાક સ્થિતિના કારણે આદેશ પસાર કરવા માટે વિવશ થયા જેને જજે ગત પાંચ માર્ચે કલકતાથી નવી દિલ્હી માટે એર ઈન્ડિયાની ઉડાન દરમિયાન પોતે જોયુ હતુ.

જેમાં જજને એ જોવા મળ્યુ કે તમામ મુસાફરોએ માસ્ક લગાવી રાખ્યા હતા પરંતુ કેટલાકે માસ્ક પોતાના મોઢાની નીચે પહેરેલો હતો. જજે કહ્યુ, આ વ્યવહાર ના માત્ર એરપોર્ટથી વિમાનમાં જવા દરમિયાન પરંતુ પ્લેનની અંદર પણ જોવા મળ્યો. મુસાફરને વારંવાર ટોકવાથી તેમણે પોતાના માસ્ક સારી રીતે પહેર્યા. જજે કહ્યુ કે ચાલક દળના સભ્યો સાથે આ સંબંધમાં પૂછવા પર તેમણે કહ્યુ કે તમામ મુસાફરોને માસ્ક પહેરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા હતા. પરંતુ જો આનુ પાલન કર્યુ નહીં તો તેઓ અસહાય છે.

કોર્ટે કહ્યુ કે આવી સ્થિતિ ત્યારે છે જ્યારે દેશમાં કોવિડ-૧૯ ના કેસ ફરીથી વધી રહ્યા છે. કોર્ટે કહ્યુ, કોઈ પ્લેનમાં મુસાફર બંધ વાતાનુકૂલિત વાતાવરણમાં હોય છે અને ભલે જ મુસાફરમાંથી કોઈ એક પણ કોવિડ-૧૯થી પીડિત હોય તો પણ અન્ય મુસાફર પર આનો ખતરનાક પ્રભાવ હોઈ શકે છે.

કોર્ટ દ્વારા તાત્કાલિક અને કડક અનુપાલન માટે તૈયાર કરવામાં આવેલા દિશા નિર્દેશોમાં ઉડાનના ચાલક દળના સભ્યો દ્વારા વિમાનની આવધિક તપાસ કરવાનુ સામેલ છે. જેથી આ સુનિશ્ચિત કરવામાં આવી શકે મુસાફર પ્રોટોકૉલનુ પાલન કરી રહ્યા છે. ખાસ કરીને માસ્ક પહેરવાના વિશે.

કોર્ટે કહ્યુ કે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે માસ્ક સરકારી નિર્દેશો અનુસાર પહેરવુ જોઈએ. માસ્કથી નાક અને મોં ઢાંકવુ જોઈએ. કોર્ટે કહ્યુ કે જો કોઈ મુસાફર ઉડાન ભર્યા પહેલા આ પ્રોટોકોલનુ પાલન કરવા માટે તૈયાર નથી તો તેમને તાત્કાલિક નીચે ઉતારી દેવા જોઈએ. કોર્ટે કહ્યુ કે જો યાદ અપાવ્યા છતાં તેઓ પ્રોટોકોલનુ પાલન કરવાની મનાઈ કરે તો યાત્રી વિરૂદ્ધ ડીજીસીએ અથવા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી દિશા-નિર્દેશો અનુસાર કાર્યવાહી કરવી જોઈએ. જેમાં તેમણે અથવા તો સ્થાયી કે એક નિર્ધારિત અવધિ માટે નો-ફ્લાય વ્યવસ્થામાં નાખવા સામેલ છે.

(7:39 pm IST)