Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

હરિયાણામાં ખટ્ટર સરકારે અવિશ્વાસ પ્રસ્તાવમાં વોટિંગમાં જીત મેળવી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 32 અને વિરોધમાં 55 વોટ પડ્યાં

ચંડીગઢ:ભાજપ અને જેજેપીના ગઠબંધન વાળી મનોહર લાલ ખટ્ટર સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા વોટિંગમાં વિધાનસભામાં જીત હાંસલ કરી છે. ખટ્ટર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 32 અને વિરોધમાં 55 વોટ પડ્યાં છે.  હરિયાણા વિધાનસભામાં કોંગ્રેસના 30 ધારાસભ્યો છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું હતુ કે, અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસનો આભાર. કોંગ્રેસની ઈચ્છા ક્યારેય પુરી નહીં થાય. મને મારુ કામ પ્રસ્તુત કરવાની તક મળી છે. કોંગ્રેસ દર 6 મહિને અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવે

મુખ્યમંત્રીએ કહ્યું કે, BJP-JJP ગઠબંધન સરકારમાં કોઈ પ્રકારની સમસ્યા નથી. સરકાર વિરુદ્ધ કોંગ્રેસ તરફથી લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પડશે તે નક્કી છે. આવું એટલા માટે કે અમારી પાસે બહુમત છે. ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય જગબીર મલિકે જણાવ્યું કે, ભાજપે ખેડૂતોને કૃષિ કાયદો સમજાવવી કોશિશ કરી છે, પરંતુ સફળ નથી થઈ શકી. હવે લોકો ભાજપને પાઠ ભણાવશે. ભાજપે ખેડૂતોની માફી માંગવી જોઈએ

વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, આ સરકાર 5 વર્ષ પૂરા કરશે અને વિકાસના રસ્તે આગળ વધવાનું કામ કરશે. હું કોંગ્રેસને પડકાર ફેકુ છું. અમે 1 એપ્રિલથી પાકની ખરીદી શરૂ કરી રહ્યાં છીએ. 6 પાક MSP ખરીદીશું. પડોશી રાજ્યો, જ્યાં તમારી કોંગ્રેસની સરકાર છે, ત્યાં આવું જાહેરાત કરીને દેખાડો. હું આ અવિશ્વાસ પ્રસ્તાવનો વિરોધ કરું છું. કોંગ્રેસ સત્તા પચાવવા માંગે છે, પરંતુ તે દિવા સ્વપ્ન જોઈ રહી છે, જે ક્યારેય પૂરા નહીં થાય

હરયાણા વિધાનસભામાં હાલમાં 88 સભ્યો છે. અભય ચૌટાલાના રાજીનામાંથી એલેનાબાદ બેઠક ખાલી પડી ગઈ છે. કાલકાના ધારાસભ્ય પ્રદીપ ચૌધરીને એક કેસમાં 3 વર્ષની સજા ફટકાર્યા બાદ તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જેના કારણે કાલકા બેઠક પણ ખાલી છે. આવી સ્થિતિમાં ગઠબંધન સરકારને બહુમત સાબિત કરવા માટે 45 સભ્યોના સમર્થનની જરૂર છે.

(6:50 pm IST)