Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ઇન્ડિયન અમેરિકન ગ્રાન્ડ મધરને 29 વર્ષની જેલ : સગીર પુત્રીના નવજાત પુત્રને મારી નાખ્યો

કેલિફોર્નિયા : ઇન્ડિયન અમેરિકન ગ્રાન્ડ મધર 45 વર્ષીય બિન્ટ કૌર ધીલ્લોનને પોતાની સગીર પુત્રીના નવજાત પુત્રને મારી નાખવા બદલ 29 વર્ષની જેલસજા થઇ છે.

5 માર્ચના રોજ ફરમાવાયેલી સજા મુજબ તેને પેરોલ વિના 29 વર્ષ સુધી જેલ ભોગવવાની રહેશે.

પ્રાપ્ત માહિતી મુજબ બિન્ટની સગીર વયની પુત્રીએ પુત્રને જન્મ આપતા તેણે તેને દત્તક આપવો છે તેમ જણાવી પુત્રી પાસેથી લઇ લીધો  હતો અને બાદમાં પાણીની ડોલમાં ડુબાડી દઈ તેનું મૃત્યુ નિપજાવ્યું હતું.તથા બાળકના મૃતદેહને ઘર પાસેના બાગમાં દફનાવી દીધો હતો.

આ કામમાં તેને તેના પતિ ,ભત્રીજો તથા સગીર પુત્રીનો કઝીન કે જે બાળકનો પિતા  હોવાની ધારણા છે તે બધાએ સાથ આપ્યો  હતો.
બિન્ટ એ પોલીસને જણાવ્યું હતું કે તેણે  પોતાના પરિવારની આબરૂ ન જાય તે માટે આ કામ કર્યું હતું.

પુત્રીને આ વાતની ખબર પડતા તેણે પોલીસને માહિતી આપતા આરોપીઓની ધરપકડ થઇ હતી. બાદમાં 7 માર્ચ 2019 ના રોજ બિન્ટના પતિ જ્સગીરે આત્મહત્યા કરી લીધી હતી.મદદગારી કરનાર બાકીના બે વ્યક્તિઓને જામીન  ઉપર છોડવામાં આવ્યા હતા.જયારે બિન્ટને ઉપરોક્ત સજા ફરમાવાઈ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:16 pm IST)