Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

દુનિયાની સૌથી મોંઘી દવા, ૧૮ કરોડનો માત્ર એક ડોઝ

બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવાએ વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી આપી

નવીદિલ્હીઃ દુનિયામાં કેટલીક એવી બીમારી હોય છે જે અમુક લોકોને જ થતી હોય છે પરંતુ આ બીમારી એટલી ગંભીર હોય છે કે જેના ખર્ચમાં વ્યકિત જો પોતાની ભેગુ કરેલ બધુ જ ગુમાવી દે તો પણ આ બીમારીની દવા માટે રૂપિયા ભેગું કરી શકતો નથી તેવી જ એક બીમારી છે જેની બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) એ દુર્લભ આનુવંશિક રોગના ઇલાજ માટે વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી આપી છે. આના એક ડોઝની કિંમત એટલી છે કે જાણીને જ આશ્ચર્યચકિત થઇ જવાય. જી હા આ દવાના માત્ર એક ડોઝની કિંમત છે ૧૮ કરોડ રૂપિયા. એનએચએસ ઇંગ્લેન્ડે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નોવાર્ટિસ જીન થેરાપી દ્વારા ઉત્પાદને મંજૂરી આપવામાં આવી છે.

 આ દવાની એક માત્રાની કિંમત ૧૮ કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે Genetic spinal muscular atrophy (એસએમએ) નામના રોગથી પીડિત દર્દીઓને આ દવાની જરૂર પડે છે. તેની સારવાર વિશ્વમાં સૌથી મોંઘી માનવામાં આવે છે. આ રોગમાં વિશ્વનું સૌથી મોંઘું ઈંજેકશન દર્દીઓને આપવામાં આવે છે. એસએમએ એક ખૂબ જ દુર્લભ રોગ છે અને શરીરમાં એસએમએન -૧ ની ઉણપ દ્વારા આ દુર્લભ રોગ થાય છે. આ રોગથી પીડાતા દર્દીઓની છાતીની માંસપેશીઓ નબળાઇ થવા લાગે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.   યુકેમાં સૌથી વધુ એસએમએ કેસ આવે છે. મોટાભાગના બાળકો આ રોગથી પીડાય છે, જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીઓને પાછળથી બહુ મુશ્કેલીઓ પડે છે અને આના કારણે મૃત્યુ પામે છે. મીડિયા અહેવાલો અનુસાર યુકેમાં આ રોગના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, દર વર્ષે આશરે ૬૦ બાળકો એસએમએ રોગ આવે છે.

(4:13 pm IST)