Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

જુલાઈથી ડિસેમ્બર સુધી રેમડેસીવર દવાનું ૫૯૩ કરોડ રૂપિયા થયું વેચાણ

કોરોના કાળમાં વધ્યું એન્ટિ વાઈરલ દવાનું વેચાણ

નવીદિલ્હીઃ કોરોના કાળએ એન્ટિ વાયરલ દવા અને તેના નિર્માતા માટે ખૂબ જ સારું રહ્યું છે , ૨૦૧૯ની સરખામણી એ ૨૦૨૦માં ૪ ગુણા એન્ટિ વાઈરલ દવા લોન્ચ કરવામાં આવી છે જેમાં એન્ટિ વાઈરલ દવા રેમડેસીવીર  આને ફેવિપિરાવીર દવાનું વેચાણ લોન્ચિંગ બાદ સાત મહિનામાં જ એક હજાર કરોડથી પણ ઉપર પહોંચી ગઈ છે. ડેટા રિસર્ચ ફર્મ IQVIE અનુસાર વર્ષ ૨૦૨૦ માં નવી ૪૪ જેટલી એન્ટિ વાઈરલ દવાઓ લોન્ચ કરવામાં આવી છે. ૨૦૧૯ દરમિયાન માત્ર ૧૦ જેટલી જ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી હતી જ્યારે ૨૦૨૦માં ૩૧  ફેવિપિરાવીર બ્રાન્ડ અને ૭ રેમડેસીવીર બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી.

રેમડેસીવીરની ઓછી બ્રાન્ડ લોન્ચ કરતાં પણ જુલાઈથી ડિસેમ્બર સુધી ૫૯૩ કરોડ રૂપિયાનું વેચાણ થયું છે . સામાન્ય રીતે કોઈ પણ એન્ટિ વાઈરસ દવાને લોન્ચ કર્યા બાદ તેનું વેચાણ ૨૦૦ કરોડ સુધી થતું હોય છે પરંતુ કોરોના વાઈરસ ને કારણે લોન્ચ કરવામાં આવેલ એન્ટી વાઈરસ દવાનું વેચાણ ૨ ગણું જોવા મળ્યું છે . ૨૦૨૦ માં જે દવા લોન્ચ કરવામાં આવી છે તેમાં મુખ્યત્વે દવાઓ એન્ટિ ફન્ગલ કેટેગરીની હતી , જેની ૩૬૦ બ્રાન્ચ લોન્ચ કરવામાં આવી છે .   રિસર્ચ ડેટાની અનુસાર ૨૦૨૦માં લોન્ચ ૪૪ એન્ટિ વાઈરલ દવાનું વેચાણ ૨૩.૩૮ કરોડ રૂપિયા હતું . એન્ટિ ફન્ગલ બ્રાન્ડનું વેચાણ ૪૪ લાખ, વિટામિન બ્રાન્ડ ૪૯ લાખ અને દર્દનિવારક દવા ૩૬ લાખ જેટલી વેચાઈ.

(4:12 pm IST)