Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

કોંગ્રેસના નેતાના વ્યવહારથી થયા દુઃખી

રાતભર સુઇ ન શકયો... જયારે વિધાનસભામાં રડી પડયા હરીયાણાના મુખ્યમંત્રી ખટ્ટર

હિસાર, તા.૧૦: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રાજયના બજેટ સત્ર દરમિયાન મંગળવારે ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મેં જયારે ટીવી પર જોયું કે કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પ્રદર્શન દરમિયાન ટ્રેકટર પર બેઠા છે અને પાર્ટીની મહિલા ધારાસભ્યો તેમને દોરડાથી ખેંચી રહી છે, મને ખૂબ દુખ થયું.

તેમણે આંસુ લૂંછતાં કહ્યું કે ભારે મન સાથે બતાવવા માંગુ છું કે કાલે મહિલા દિવસ હતો અને આખી દુનિયામાં મહિલા દિવસ ઉજવવામાં આવ્યો છે. વિધાનસભાનું સંપૂર્ણ સંચાલન પણ મહિલા પ્રત્યે સમર્પિત હતું ત્યારે અહિયાંથી મેં ટીવીમાં જોયું તો ખબર પડી કે શ્રમિકો કરતાં પણ ખરાબ વ્યવહાર મહિલાઓ સાથે કરવામાં આવ્યો.

તેમણે કહ્યું કે હું માનું છું કે મોંઘવારી સામે પ્રદર્શન હતું પણ જો મહિલા ધારાસભ્ય ટ્રેકટર પર બેસે અને હુડ્ડા ટ્રેકટર ખેંચી રહ્યા હોય તો તો વધારે સારું લાગ્યું હોત. ખટ્ટરે કહ્યું કે મારી હજુ એક વ્યથા છે. મહિલાઓ પ્રત્યે અપરાધ રોકવામાં મને વિપક્ષનો સાથ જોઈએ છે. સમાજના લોકોનો સહયોગની જરૂર છે. અમે મહિલા સામે થઈ રહેલા અપરાધોને રોકવા માંગીએ છે.

જોકે તે બાદ તરત જ હુડ્ડાએ જવાબ આપ્યો કે ખેડૂત આંદોલનમાં દિલ્હીની બોર્ડર પર પોતાના બાળકો સાથે ખુલ્લા આસમાન નીચે મહિલાઓ બેઠી છે, એમને જોઈને તમારું દિલ નથી દુખાતું? આ સાથે જ હુડ્ડાનું સમર્થન કરતાં કોંગ્રેસ ધારાસભ્ય કિરણ ચૌધરીએ કહ્યું કે સીએમ પ્રદેશમાં થઈ રહેલા મહિલા અપરાધો પર લગામ કેમ નથી લગાવતા?

(4:12 pm IST)