Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

વિશ્વ સહીત ભારત દેશમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલી પીસીઓડીની સમસ્યાઃ ડો.સુષ્મા બક્ષી

આંતરરાષ્ટ્રિય મહિલા દિન પ્રસંગે પીસીઓડી ફર્ટિલિટીમાં પીસીઓડી કિલનિકનો પ્રારંભ : પીસીઓડીની સમયસર સારવાર ના કરવાને કારણે સ્ત્રીઓમાં વ્યંધત્વ સહિતની ગંભીર બીમારીઓનો શિકાર બને છે

નવી દિલ્હી, તા.૧૦: દૈનિક જીવનશૈલી માં આવી રહેલા ફેરફારોને કારણે ભારત અને વિશ્વના અનેક દેશોમાં છેલ્લા ત્રીસેક વર્ષથી  યુવતીઓ અને મહિલાઓમાં પીસીઓડીની  સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આ રોગમાં સપડાયેલી કિશોરીઓને માસિક અનિયમિત આવવું, ચહેરા ઉપર ખીલ થવા સહિતની સમસ્યા જોવા મળે છે . જેનો સમયસર ઈલાજ કરવામાં ના આવે તો લાંબા ગાળે આ રોગને કારણે સ્ત્રીઓને વ્યંધત્વ, ડાયાબીટીશ, બીપી,કેન્સર, જેવા રોગોનો શિકાર બનવું પડે છે. એક આંકડા અનુસાર આવા રોગોનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો હોવાથી વિશ્વ મહિલા દિવસે શહેરમાં ઓએસિસ ફર્ટિલિટી દ્વારા પીસીઓડી કલીનિકનો પ્રારંભ કરાવતા જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને સેન્ટર હેડ ડો સુષ્મા બક્ષીએ જણાવ્યું હતું કે જો સમયસરની સારવાર ન  કરવામાં આવે તો લાંબા ગાળે ઉદ્બવનારી વિકરાળ સમસ્યાઓમાંથી બચી શકાય છે. 

આ પ્રસંગે ઉપસ્થતિ ઓએસિસ ફર્ટિલિટીના સીઈઓ સુધાકર જાધવે જણાવ્યું હતું કે  હાલમાં ભારતના વિવિધ રાજયોમાં પીસીઓડીની સમસ્યા નું ૯ ટકાથી લઈને ૨૨ ટકા  જેટલો જંગી ઉછાળો વિવિધ રાજયોમાં જોવા મળે છે. મહિલાઓની ૧૪ ટકા વસ્તી માત્ર ગુજરાતમાં જ પીસીઓડી ના રોગથી પીડાઈ રહી છે. આમાં વધુ ચેતવણી સૂચક બાબત એ છે કે આ મહિલાઓ તેમની ૧૮ થી ૩૦ વર્ષની પ્રજનન વય માં હોય છે.  આ કારણે તેમને આગળ જતા પ્રજનનની સમસ્યા ઉભી થઇ શકે છે . વડોદરામાં ફર્ટીલિટી સેન્ટર શરૂ કરવાના મુખ્ય કારણોમાંનું એક કારણ વંધ્યત્વ ધરાવતા યુગલોને માત્ર વધુ એક વિકલ્પ પૂરો પાડવાનું નથી, પણ તેમને પૂરાવા આધારિત તથા પારદર્શક અને પ્રોટોકોલ આધારિત સારવાર પૂરી પાડવાનું છે. ઓએસીસ ફર્ટીલિટી ખાતે અમે પ્રોટોકોલ અને અલ્ગોરિઝમનું કડક પાલન કરીને તથા અદ્યતન અને આધુનિક ટેકનોલોજી અપનાવીને દર્દીની સારવાર કરતાં હોવાથી અમારી સફળતાનો દર ઉંચો રહે છે. આ પ્રસંગે ડો સુષ્મા બક્ષીએ વધુમાં જણાવ્યું હતું કે  મેદસ્વીતા, આર્થિક સામાજિક દરજ્જો, પરિવારમાં ઇતિહાસ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ જેવા જોખમી પરિબળો પીસીઓડી સાથે સંકળાયેલા હોય છે.  વધુમાં તેમને જણાવ્યું હતું કે  પીસીઓડીમાં સામાન્યપણે હરસુટીઝમ, શરીર ઉપર ફોલ્લીઓ (એકન), ડીસમેનોરીયા અને ઓલિગોમેનોરીયા જેવા લક્ષણો જોવા મળે છે. આ કારણોથી મુખ્યત્વે વંધ્યત્વની સમસ્યા ઉભી થાય છે અને તેની સાથે સાથે જીવનશૈલીમાં ફેરફાર થવાના કારણે પણ સમસ્યા વધુ વકરી છે, જેમાં મોટી ઉંમરે કરાતા લગ્ન, કામકાજી મહિલાઓની વધતી સંખ્યા અને ગર્ભધારણમાં વિલંબ તથા દારૂ અને તમાકુનો વધતો જતો વપરાશ, બેઠાડુ જીવનશૈલીની સાથે સાથે ફાસ્ટફૂડનો વધી રહેલો વપરાશ તથા મેદસ્વીતાનું અતિશય પ્રમાણ કારણરૂપ બને છે.

(4:11 pm IST)