Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ઓપ્પો ઇન્ડિયાએ 5G સાથે F19 પ્રો સીરિઝ પ્રસ્તુત કરીઃ ઓપ્પો બેન્ડ સ્ટાઇલ પ્રસ્તુત કર્યો

નવી દિલ્હી, તા.૧૦: ૨૦૨૧ૅં આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી સ્માર્ટ ડિવાઇઝ બ્રાન્ડ ઓપ્પોએ આજે ભારતમાં લેટેસ્ટ જ્ ૧૯ પ્રો સીરિઝ સ્માર્ટફોન્સ - F 19 પ્રોૅ 5G અને 5G પ્રોની જાહેરાત કરી હતી. આ લોંચ ન્યૂકલીયાના કેટલાંક જોશીલા પર્ફોર્મન્સ સાથે મેજિકલ મ્યુઝિક નાઇટ સાથે થયું હતું, જેણે રાતને જીવંત કરી દીધી હતી અને તમામ દર્શકો માટે રાતને રોમાંચક બનાવી દીધી હતી.

ટ્રેન્ડ-સેટિંગ અતિ આકર્ષક, સ્લીક ડિવાઇઝ મોબાઇલમાં ઝડપી ટેકનોલોજીનો વિશિષ્ટ સમન્વય થયો છે, જે તમારી અંગત સ્ટાઇલ અને ઝડપ માટેની તમારી જરૂરિયાત સાથે સાતત્યપૂર્ણ રીતે સુસંગત છે. F19 પ્રો સીરિઝ સાથે ઓપ્પોએ ચિક ઓપ્પો બેન્ડ સ્ટાઇલને પણ લોંચ કર્યો છે, જે આદર્શ સ્વાસ્થ્ય અને કસરતમાં સાથીદાર તરીકે તમારા રોજિંદા જીવનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પરફેકટ છે.  જો તમને વીડિયોગ્રાફ બનવાની ઇચ્છા હોય કે તમને બ્રિલિયન્ટ અને સુંદર પોર્ટ્રેટ શોટ્સ લેવાનો અને વીડિયો ઉતારવાનો શોખ હોય, તો ઓપ્પો F19 પ્રોૅ 5G તમને સરળતા અને વિશ્વાસ સાથે આ સુવિધા આપશે, જેનો શ્રેય બેક-ફેસિંગ એઆઈ હાઇલાઇટ પોર્ટ્રેટ વીડિયોને જાય છે. સ્માર્ટફોન 48 MP કવેડ કેમેરા, 8MP વાઇડ એંગલ કેમેરા, 2MP પોર્ટ્રેટ મોનો કેમેરા અને 2MP મેક્રો મોનો કેમેરા ધરાવે છે. ડિવાઇઝની સ્માર્ટ 5G ટેકનોલોજી ગેરેન્ટી સાથે કવેડ કેમેરા તમને કુશળ વીડિયોગ્રાફર બનાવે છે, જે તમને બ્રાન્ડ સાથે નવી રીતે તમારી જાતને પ્રસ્તુત કરવા સક્ષમ બનાવે છે.

(4:10 pm IST)