Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

કેરળ ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકોઃ સિનિયર નેતા પીસી ચાકોએ આપ્‍યું રાજીનામું

કોચી, તા.૧૦: કોંગ્રેસના દિગ્‍ગજ નેતા પી.સી ચાકોએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. ચાકોએ બુધવારે પાર્ટી અધ્‍યક્ષ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું મોકલી આપ્‍યું હતું.કેરળ વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલા આવેલું પીસી ચાકોનું રાજીનામું પાર્ટી માટે મોટા ફટકા સમાન છે.

પીસી ચાકોએ કહ્યું કે મેં કોંગ્રેસ છોડી દીધી છે અને પાર્ટી અધ્‍યક્ષ સોનિયા ગાંધીને રાજીનામુ મોકલી આપ્‍યું છે.

 

 

(4:02 pm IST)