Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

કાશીમાં હજારો મહિલાઓએ શિવ તાંડવ સ્ત્રોતનું પઠન કર્યુ

વારાણસીઃ ભગવાન શિવની નગરી વારાણસીના અસ્સીઘાટ ખાતે અધ્વીતીય નજારો જોવા મળેલ. શિવરાત્રિથી પહેલા કાશીમાં ૧૪ રાજયોની મહિલાઓએ હજારોની સંખ્યામાં એક સાથે શિવ તાંડવ સ્ત્રોત ગાઇને વાતાવરણ ઉર્જામય બનાવેલ.

કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી જેવા રાજયોથી કાશી પહોંચેલ મહીલાઓએ હાથમાં દીવો રાખી એક સાથે ઉભા રહેલ. કોરોનાને કારણેે તેમણે ફેસ શીલ્ડનો ઉપયોગ કરેલ. સમગ્ર વાતાવરણ શીવમય બની ગયેલ. હર-હર મહાદેવ અને શિવજીની સ્તુતીમાં શિવ તાંડવ ગાનનું આયોજન ઉત્સવ સમાન બની રહેલ.

(3:16 pm IST)