Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

પેટ્રોલ-ડીઝલ ટેન્કરોમાં ડીજીટલ લોક : ઓટીપીથી ખુલે છે લોક : ઇંધણ ચોરી અટકી

તેલ કંપનીઓના ટેન્કરમાંથી ડ્રાઇવરો દ્વારા ર૦૦ થી રપ૦ લીટર ઇંધણ રસ્તામાં કાઢી લેવાતુ : પંપ માલીકને નુકશાન અટકશે

જોધપુર, તા. ૧૦ : પેટ્રોલ અને ડીઝલના ટેન્કરોમાંથી ડ્રાઇવર દ્વારા રસ્તા વચ્ચે તેલ ચોરીની ઘટનાને રોકવા તેલ કંપનીઓએ હવે ઇલકેટ્રોનિક લોક વિવસીત કર્યુ છે. જેની ચાવી વન ટાઇમ પાસવર્ડ (ઓટીસી) છે. જે પેટ્રોલ પંપ સંચાલકોના મોબાઇલ પર ઓઇલ કંપનીના માલીક દ્વારા મોકલવામાં આવે છે. હાલમાં જ લાગુ કરાયેલ આ પ્રયોગ ખુબ જ સફળ રહેલ.

આ ઇલેકટ્રોનિક લોકથી ઇંધણ ચોરીની ઘટનાઓ ઓછી થઇ છે. પેટ્રોલીયમ કંપનીઓના ટર્મીનલ ડેપોથી તેલ લઇને નિક/યા બાદ ડ્રાઇવર વચ્ચે રસ્તામાં મેન્યુઅલ લોકને માસ્ટર ચાવીથી ખોલી ઇંધણની ચોરી કરતા જેથી પેટ્રોલ પંપ માલીકોને નુકશાન ભોગવવું પડતુ.

જોધપુરના સાલાવાસના આસપાસના ઘણા ઢાબાઓમાં માસ્ટર કી સહિત અન્ય ઘણી ચાવીઓનો ગુચ્છો પડયો હોય છે. ઢાબા સંચાલક સાથે મીલીભગતથી ટેન્કર ચાલક પ્રતિ ટેન્કરથી ર૦૦ થી રપ૦ લીટર ઇંધણ ચોરી કરી અન્ય જગ્યાએ વેંચી નાખતા.

સાર્વજનીક ક્ષેત્રની ત્રણેય ઓઇલ કંપનીઓએ તેલ ટેન્કરની અંદર જીપીએસ સીસ્ટમ લગાવી છે. જે સેટેલાઇટ પછી ટેન્કર નકકી થયેલ રસ્તા ઉપરથી જ પંપ સુધી પહોંચવાનું રહે છે.

સેટેલાઇટથી તેનો લોકેશન ટ્રેસ થતી રહે છે. પેટ્રોલ પંપ પહોંચ્યા બાદ સેટેલાઇટ સીગ્નલ રીસીવ કરે છે અને પેટ્રોલ પંપ માલીકને ઓટીપી જનરેટ કરી તેના મોબાઇલ ઉપર મોકલી આપે છે. આ ઓટીપી ટેન્કરમાં લાગેલ ડીજીટલ લોકમાં નાખવાથી તાળુ ખુલી જાય છે.

(3:16 pm IST)