Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

કાશ્મીરમાં મહાશિવરાત્રી ઉજવાય છે 'હેરથ'તરીકે

મહાશિવરાત્રીનો તહેવાર ધુમધામથી ઉજવે છે કાશ્મીરી પંડિતો

જમ્મુ તા.૧૦ : આવતીકાલે મહાશિવરાત્રીનો તહેવાર આખા દેશમાં મનાવશે. કાશ્મીરી પંડિતો માટે આ સૌથી મોટો તહેવાર હોય છે અને દેશના અન્ય ભાગની સરખામણીઓ તે અહી બહુ ધામધુમથી મનાવાય છે. કાશ્મીરી પંડિતો તેને હેરથ તરીકે ઉજવે છે. હેરથ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવાયો છે.જેનો અર્થ થાય છે હરરાત્રી અથવા શિવરાત્રી.

કાશ્મીરી પંડિતો મહાશિવરાત્રી પર ભગવાન શિવ સહિત તેમના પરિવારની ઘરમાં સ્થાપના કરે છે.એવી માન્યતા છે કે આમ કરવાથી બટુકનાથ ઘરોમાં મહેમાન બનીને રહે છે.લગભગ એક મહિના પહેલાથી આને ઉજવવાની તૈયારીઓ શરૂ થઇ જાય છે.

૩૧ વર્ષનો સમય ગાળો બહુ મોટો ગણાય અને આટલો સમય જો કોઇ વિસ્થાપિત તરીકે વિતાવે તો તે પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ જાળવી રાખે તેવી આશા નથી રહેતી પણ કાશ્મીરી પંડિત વિસ્થાપિતો માટે એવુ નથી જે શિવરાત્રીની પરંપરાઓને હજુ સુધી નથી ભૂલ્યા.

કાશ્મીરી પંડિતોનું ત્રણ દિવસ ચાલતું સૌથી મોટુ પર્વ મહાશિવરાત્રી ધાર્મિક અનુષ્ઠાન, સંપૂર્ણ આસ્થા અને ધાર્મિક ઉલ્લાસ સાથે મનાવાય છે. સમાજ માટે તે ધાર્મિકની સાથે સાથે સામાજીક અને સંસ્કૃતિક પર્વ પણ છે. જો કે કાશ્મીર ખીણમાં બરફાચ્છાદિન પહાડો  સફરજન અને અખરોટના બગીચાઓ વચ્ચે મનોરમ્ય પ્રાકૃતિક વાતાવરણમાં આ પર્વ મનાવનારા કાશ્મીરી પંડિતો અત્યારે નાના-નાના સરકાર કવાર્ટરો અને જમ્મુની ગીચ વસ્તીઓમાં આ તહેવારો ઉજવવા મજબુર છે.

(3:15 pm IST)