Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

૨૪ કલાકમાં દેશમાં ૧૭,૦૦૦થી વધુ કોરોના કેસ વધુ ૧૩૩ લોકોએ જીવ ગુમાવ્યો

૨૦,૦૦૦ કરતા વધુ લોકો સાજા થતા એકિટવ કેસનો આંકડો સામાન્ય નીચો આવ્યો : કુલ કોરોના કેસનો આંકડો વધીને ૧,૧૨,૬૨,૭૦૭ પર પહોંચી ગયોઃ એકિટવ કેસની સંખ્યા ૧,૮૪,૫૯૮ પર પહોંચી ગઈ છે

નવી દિલ્હી, તા.૧૦: એક દિવસ કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એક આંકડો ઊંચો ગયો છે. આ વખતે ૧૭,૦૦૦ કરતા વધારે નવા કેસ પાછલા ૨૪ કલાકમાં નોંધાયા છે, જયારે મૃત્યુઆંક ૧૩૦ને પાર ગયો છે. જોકે, નવા કેસની સામે સાજા થયેલા દર્દીનો આંકડો મોટો નોંધાયો છે જેના કારણે એકિટવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં નવા ૧૭,૯૨૧ કોરોના કેસ નોંધાયા છે. જયારે ૧૩૩ લોકોએ એક દિવસમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ સિવાય સાજા થયેલા દર્દીઓનો આંકડો ૨૦,૦૦૦ કરતા મોટો રહ્યો છે.

ભારતમાં ૧૭,૦૦૦ કરતા વધુ નવા કેસ સાથે કુલ કેસનો આંકડો ૧,૧૨,૬૨,૭૦૭ પર પહોંચી ગયો છે. જયારે વધુ ૧૩૩ લોકોએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક ૧,૫૮,૦૬૩ થઈ ગયો છે.

ભારતમાં ૨૦,૬૫૨ દર્દીઓ પાછલા ૨૪ કલાકમાં સાજા થયા છે જેની સાથે કુલ સાથે થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૧,૦૯,૨૦,૦૪૬ થઈ ગઈ છે. હાલ દેશમાં કોરોના વાયરસના એકિટવ કેસની સંખ્યા ૧,૮૪,૫૯૮ પર પહોંચી ગઈર્ી છે.

દેશના ૧.૮૪ લાખમાંથી સૌથી વધુ ૯૬ લાખ કરતા વધારે (૯૬,૫૪૮) એકિટવ કેસ એકલા મહારાષ્ટ્રમાં જ છે, જયારે બીજા નંબર પર કેરળ છે. કેરળમાં કુલ કોરોના એકિટવ કેસની સંખ્યા ૩૭,૪૪૬ છે.

ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે ૨,૪૩,૬૭,૯૦૬ ડોઝ આપવામાં આવ્યા છે. હાલ ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની સાથે ૪૫ વર્ષથી વધુના અને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે.(૨૩.૨૪)

આજે સવારે સુધીમાં મહારાષ્ટ્ર અને કેરળ બે રાજ્યો મળીને કુલ ૧૨ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા

પંજાબમાં પણ નવા ૧૦૦૦ કેસ નોંધાયા : પુણેમાં સતત બે હજાર ઉપર, નાગપુરમાં ૧૩૦૦ આસપાસ અને મુંબઈમાં ૧૦૦૦ કેસ આજે સવાર સુધીમાં નોંધાયા છે : ૨૪ કલાકમાં ગુજરાતમાં ૫૮૧ કેસ નોંધાયા છે, એ સાથે દેશમાં ૧૮ હજાર આસપાસ નવા કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે : રાજકોટ ૪૮, વડોદરા ૮૧, સુરત ૧૨૭ અને અમદાવાદ ૧૨૩ નવા કોરોના કેસ નોંધાયા છે

મહારાષ્ટ્ર     :  ૯,૯૨૭

કેરળ         :  ૨,૩૧૬

પુણે          :  ૨,૦૯૮

નાગપુર      :  ૧,૨૯૨

પંજાબ        :  ૧,૦૨૮

મુંબઈ        :  ૧,૦૧૨

કર્ણાટક       :  ૫૯૦

ગુજરાત      :  ૫૮૧

તામિલનાડુ   :  ૫૬૯

મધ્યપ્રદેશ   :  ૪૫૭

છત્તીસગઢ    :  ૩૯૦

બેંગ્લોર       :  ૩૬૧

હરિયાણા     :  ૩૩૬

દિલ્હી         :  ૩૨૦

ચેન્નાઈ       :  ૨૩૬

પ. બંગાળ    :  ૧૮૮

રાજસ્થાન    :  ૧૭૯

ઈન્દોર       :  ૧૫૭

ઉત્તરપ્રદેશ   :  ૧૪૭

તેલંગણા     :  ૧૪૨

સુરત         :  ૧૨૭

અમદાવાદ   :  ૧૨૩

આંધ્રપ્રદેશ    :  ૧૧૮

ચંદીગઢ      :  ૧૦૫

ભોપાલ       :  ૮૬

વડોદરા      :  ૮૧

જમ્મુ કાશ્મીર :  ૭૭

ગોવા         :  ૭૫

કોલકતા      :  ૬૬

ઝારખંડ       :  ૬૨

ઓડીશા      :  ૫૭

ઉત્તરાખંડ     :  ૪૯

રાજકોટ      :  ૪૮

હિમાચલ પ્રદેશ  :        ૪૨

બિહાર        :  ૪૧

જયપુર       :  ૨૭

પુડ્ડુચેરી       :  ૨૬

ન્યુઝ ફર્સ્ટ

બ્રાઝિલ (૬૯૫૩૭) અને અમેરિકા (૫૫૬૮૩)માં પણ કોરોના વિસ્ફોટ યથાવત

ઇટલીમાં ૨૦ હજાર આસપાસ, રશિયામાં હજારઃ ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ૫ અને ૬ હજાર : કેનેડામાં ૨૮૦૦ : યુનાઇટેડ આરબ અમીરાતમાં ૨૩૦૦ : સાઉદી અરેબિયામાં ૩૯૦ : ચીનમાં યથાવત ૫ ઓસ્ટ્રેલિયા ૧૩ અને હોંગકોંગમાં એકવીસ નવા કોરોના કેસ નોંધાયા : અમેરિકામાં કુલ કોરોના આંક ૩ કરોડે પહોંચવા આવ્યો : ભારતમાં ૧.૧૨ કરોડ કેસ અને બ્રાઝિલમાં ૧.૧૧ કરોડ કેસ નોંધાયા

બ્રાઝીલ         :   ૬૯,૫૩૭  નવા કેસો

અમેરીકા        :   ૫૫,૬૮૩ નવા કેસો

ફ્રાન્સ            :   ૫૫,૬૮૩ નવા કેસો

ઈટલી           :   ૧૯,૭૪૯ નવા કેસો

ભારત           :   ૧૭,૯૨૧ નવા કેસો

રશિયા          :   ૯,૪૪૫ નવા કેસો

જર્મની          :   ૬,૮૪૧ નવા કેસો

ઈંગ્લેન્ડ         :   ૫,૭૬૬ નવા કેસો

કેનેડા           :   ૨,૮૨૦ નવા કેસો

યુએઈ           :   ૨,૩૭૩ નવા કેસો

બેલ્જીયમ       :   ૧,૧૧૭ નવા કેસો

જાપાન          :   ૬૭૯ નવા કેસો

સાઉથ કોરીયા  :   ૪૪૬ નવા કેસો

સાઉદી અરેબીયા    :    ૩૯૦ નવા કેસો

હોંગકોંગ        :   ૨૧ નવા કેસો

ઓસ્ટ્રેલિયા      :   ૧૩ નવા કેસ

ચીન            :   ૫ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૧૮ હજાર આસપાસ નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૧૭,૯૨૧ કેસો

નવા મૃત્યુ     :     ૧૩૩

સાજા થયા     :     ૨૦,૬૫૨

કુલ કોરોના કેસો     :   ૧,૧૨,૬૨,૭૦૭

એકટીવ કેસો   :     ૧,૮૪,૫૯૮

કુલ સાજા થયા      :   ૧,૦૯,૨૦,૦૪૬

કુલ મૃત્યુ       :     ૧,૫૮,૦૬૩

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૭,૬૩,૦૮૧

કુલ ટેસ્ટ       :     ૨૨,૩૪,૭૯,૮૭૭

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૨,૪૩,૬૭,૯૦૬

૨૪ કલાકમાં   :     ૧૩,૫૯,૧૭૩

પેલો ડોઝ      :     ૧૦,૬૦,૯૪૪

બીજો ડોઝ     :     ૨,૯૮,૨૨૭

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૨,૯૮,૦૧,૫૦૬  કેસો

ભારત       :    ૧,૧૨,૬૨,૭૦૭  કેસો

બ્રાઝીલ     :    ૧,૧૧,૨૫,૦૧૭ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(3:15 pm IST)