Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

૫૦ કરોડ રૂપિયાથી વધારે ટર્નઓવર કરતા બિઝનેસની લેવડદેવડમાં ૧ એપ્રિલથી ઈ-ઈનવોઈસ ફરજિયાત કર્યુ

કેન્દ્ર સરકારે ૫૦૦ કરોડ અને ૧૦૦ કરોડ રુપિયાથી વધારે વ્યવસાય કરનારી કંપનીઓને બાદ કરતા

નવી દિલ્હી, તા. ૧૦ : કેન્દ્ર સરકારે ૫૦૦ કરોડ અને ૧૦૦ કરોડ રુપિયાથી વધારે વ્યવસાય કરનારી કંપનીઓને બાદ કરતા ૫૦ કરોડ રુપિયાથી વધારે ટર્નઓવર કરનારા માટે બિઝનેસ ટુ બિઝનેસ લેવડ દેવડમાં ઈ- ઈનવોયસ જનરેટ કરવાને ફરજિયાત કરી દીધું છે. કેન્દ્રનો આ નિયમ ૧ એપ્રિલ ૨૦૨૧થી લાગૂ કરવામાં આવશે.

જીએસટી કાયદા હેઠળ બીટુબી લેવળદેવળ માટે ૧ ઓકટોબર ૨૦૨૦થી ૫૦૦ કરોડ અને ૧ જાન્યુઆરી ૨૦૨૧એ ૧૦૦ કરોડથી વધારે વ્યવસાય કરનારી કંપની માટે ઈ- ઈનવોયસિંગ ફરજિયાત કરી દીધી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમ તરફથી જારી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે ૫૦ કરોડ રુપિયાથી વધારે ટર્નઓવર વાળી કંપનીઓને ૧ એપ્રિલ ૨૦૨૧થી ઈ ઈનવોઈસ જનરેટ કરવાના રહેશે. આ સિસ્ટમ અંતર્ગત ટેકસપેયર્સને ઈઆરપી અથવા અકાઉન્ટિંગ કોઈ બિલિંગ સોફ્ટવેર જેવા પોતાના ઈન્ટરનલ સિસ્ટમ પર ઈનવોયસ જનરેટ કરવાની રહે છે.  એ બાદ આ ઈનવોઈએસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર ઓનલાઈન મોકલવાના રહેશે. આઈઆરપી ઈનવોઈસમાં આપવામાં આવેલી જાણકારી સત્યાપન કરે છે. પછી એક વિશિષ્ટ ઈનવોઈસ રિફરેન્સ નંબર (આઈએરએન) ના ક્યૂઆર કોડની સાથે ડિજિટલ હસ્તાક્ષર કરી ટેકસપેયર્સની પાસે ઈનવોઈસ પાછું મોકલે છે.

અર્નસ્ટ એન્ડ યંગ(ઈવાય)ના ટેકસ પાર્ટનક અભિષેક જૈનને કહ્યું કે ૫૦ કરોડ રુપિયાથી વધારે ટર્નઓવરવાળા વ્યવસાયો માટે ઈ- ઈનવોઈસિંગને ૧ એપ્રિલ ૨૦૨૧થી ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.  આનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર ડિજિટલાઈઝેશનના ક્ષેત્રમાં ઝડપથી વિસ્તાર કરવા ઈચ્છે છે. સાથે તેમણે કહ્યું કે સીમિત સમયથી બચવાના કારણે આ સેગમેન્ટમાં ઈન્ડસ્ટ્રીના લોકોને ઝડપથી આઈટી અને પ્રોસેસમાં ફેરફાર માટે કામ કરવાનું રહેશે. આ સાથે આને લાગૂ પર કરવાનું રહેશે. ઉલ્લેખની છે કે ૧જુલાઈ ૨૦૧૭એ દેશમાં જીએસટી લાગૂ કરવામાં આવ્યું હતુ.

(3:14 pm IST)