Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ચાવાળી દીદી': નંદીગ્રામમાં મમતા બેનર્જીની 'ચાય પે ચર્ચા' : લોકોને પોતાના હાથે ચા આપી

મમતાએ પોતે પણ તે સ્ટોલ પર ચા પીધી. મમતાનો ચા ગાળતો એક વીડિયો વાયરલ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજનીતિ તેજ છે. મમતાએ મંચ પર ચંદીપાઠ કર્યાં બાદ હવે લોકો સાથે ચાય પે ચર્ચા કરી છે. મમતા બેનર્જીએ નંદીગ્રામની એક ચાના સ્ટોલ પર ચા બનાવીને લોકોને પોતાના હાથે ચા આપી. એટલું જ નહી મમતાએ પોતે પણ તે સ્ટોલ પર ચા પીધી. મમતાનો ચા ગાળતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કપોમાં ચા ગાળતા જોવા મળી રહ્યાં છે.

પોતાને બહારના ગણાવનારા પર મમતા બેનર્જીએ કહ્યું કે, એવા લોકો માટે 'ગુજરાત થી આવેલા લોકો' સ્થાનિક છે. આ વિધાનસભા સીટથી ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા બૂથ સ્તરે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા મમતાએ કહ્યું કે, જે લોકોએ 'ગુજરાતથી આવેલા બહારના લોકો'ને પોતાની જમીન વેચી દીધી છે. તેઓ સાંપ્રદાયિકતાની મદદથી નંદીગ્રામને બદનામ કરી રહ્યાં છે.

(1:24 pm IST)