Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

REPCO "બેંક" નથી: SARFAESI એક્ટ મુજબ તેને ઋણ લેનારની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર નથી : લોન લીધા પછી ભરપાઈ ન કરનાર ખાતેદારની સંપત્તિ જપ્ત નહીં કરવાનો મદ્રાસ હાઇકોર્ટ ખંડપીઠનો ચુકાદો

ચેન્નાઇ :  મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે  રિટ્રેટિએટ્સ કોઓપરેટિવ ફાઇનાન્સ અને ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ( REPCO ) એ "બેંક" અથવા "સુરક્ષિત લેણદાર" નથી તેથી તે  નાણાકીય સંપત્તિના સિક્યોરિટાઇઝેશન અને પુન:નિર્માણની જોગવાઈઓ અને સિક્યોરિટીઝ ( SARFAESI ) એક્ટના અમલીકરણ માટે પાત્ર નથી.

 મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની બેન્ચે જણાવ્યું હતું કે

પ્રતિવાદી ( REPCO ) નો વ્યવસાય ગમે તેટલો વિકસ્યો હોય, પણ તેને બેંક તરીકે ગણી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે રિઝર્વ બેન્કનું લાઇસન્સ લીધા વિના આ દેશમાં કોઈ બેંકિંગનો વ્યવસાય કરવામાં આવતો નથી.

 આર.બી.આઈ. એ બેંકિંગ લાઇસન્સ જારી કર્યું નથી REPCO મૂળ સહકારી મંડળી  તરીકે મદ્રાસ સહકારી મંડળ અધિનિયમ, 1961 હેઠળ નોંધાયેલું હતું . તેથી તે  કોઈ સુરક્ષિત લેણદાર અથવા બેંકની વ્યાખ્યા હેઠળ આવતી નથી. કોર્ટે ઉમેર્યું હતું કે, REPCO તેને ચૂકવવાપાત્ર બાકી  રકમ વસૂલ કરવા માટે સિવિલ કોર્ટમાં અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે REPCO માંથી લોન લઇ ભરપાઈ નહીં કરી શકનાર ખાતેદારની સંપત્તિ જપ્ત કરવાની  REPCO એ નોટિસ આપી હતી જેની વિરુદ્ધમાં ખાતેદારે પિટિશન દાખલ કરી હતી જેના અનુસંધાને નામદાર કોર્ટએ ઉપરોક્ત ચુકાદો ફરમાવ્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:18 pm IST)