Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ચીન હજુ LACના કેટલાય ભાગો પરથી પાછળ હટ્યુ નથી :અમેરિકાના ટૉપ કમાન્ડરનો દાવો

ચીનને દબાણ વધારવા અને આખા વિસ્તારમાં પોતાનો પ્રભાવનો વિસ્તાર કરવા માટે એક આક્રમક સૈન્ય રીત અપનાવી

વૉશિંગટનઃ અમેરિકાના એક ટૉપ કમાન્ડરે પોતાના દેશના સાંસદોને કહ્યું કે ચીન હજુ પણ LAC પર કેટલાય ભાગોમાંથી પાછળ નથી હટ્યુ. જ્યાં ચીને સીમા પર વિવાદ દરમિયાન કબજો કરી લીધો હતો. યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ ફિલિપ્સ ડેવિડસને કોંગ્રેસની સુનાવણી દરમિયાન સીનેટની આર્મ્ડ સર્વિસીઝ કમિટીના સભ્યોને આ જાણકારી આપી છે.

ફિલિપ્સ ડેવિડસને કહ્યું- પીએએલ હજુ સુધી પ્રારંભિક સંઘર્ષ બાદ જપ્ત કરાયેલા વિસ્તારોમાંથી પાછળ નથી હટ્યુ. આ કારણે પીઆરસી અને ભારતની વચ્ચે તણાવનુ કારણ ઉભુ થયેલુ છે. ઇન્ડો-પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલે અમેરિકાની સીનેટની સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણીમા એ પણ કહ્યું કે, સમય સમય પર અમેરિકાએ ભારતને સીમા પર સ્થિતિની જાણકારી આપવાની સાથે ઠંડીની ઋતુમાં કપડા અને અન્ય ઉપકરણો આપીને પણ મદદ કરી છે.

 સાથે જ તેમને કહ્યું- ચીનને દબાણ વધારવા અને આખા વિસ્તારમાં પોતાનો પ્રભાવનો વિસ્તાર કરવા માટે એક આક્રમક સૈન્ય રીત અપનાવી છે. ચીનની વિસ્તારવાદી મહત્વકાંક્ષાંઓ પશ્ચિમી સીમી પર દેખાઇ રહી છે, જ્યાં તેમના સૈનિક ભારતીય સૈન્ય દળોની સાથે ગતિરોધમાં સામેલ છે.

 જોકે, ચીન અને ભારતીય સેનાએ લદ્દાખમાં પૈંગોંગ ત્સોની આસપાસ વિવાદિત સીમાના કેટલાક ભાગોમાં પોતાના સૈનિકોને પાછા લઇ લીધા છે, પરંતુ પૈંગોંગ ત્સો વિસ્તારમાં એલએસીની પાસે વિવાદ બાદ, ગોગરા-હૉટ સ્પ્રિંન્ગ વિસ્તાર, દેમચોક અને દેપસાંગ મેદાનોમાં અન્ય વિવાદો પર કોઇ પ્રગતિ નથી થઇ.

(1:12 pm IST)