Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ભારતને છેતરી રહ્યું છે ચીન ?

એલઓસીના કેટલાય વિસ્તારોમાંથી પાછળ ન હટયુ હોવાનો અમેરિકન કમાન્ડરનો દાવો

નવી દિલ્હી તા. ૧૦ :.. ચીનની હરકતો પર દુનિયાભરની નજર બરાબર મંડાયેલી હોય છે હવે અમેરિકાના એક ટોપ કમાન્ડરે પોતાના દેશના સાંસદોને કહયું છે કે ચીન હજુ પણ એલએસીના કેટલાક વિસ્તારોમાંથી  પાછળ નથી હટયું. યુ.એસ. ઇન્ડો-પેસીફીક કમાંડના કમાંડર એડમિરલ ફિલીપ્સ ડેવીડસને કોંગ્રેસની સુનાવણી દરમ્યાન સેનેટની આર્મી સર્વીસીઝ કમીટીના સભ્યોને આ માહિતી આપી હતી.

સેનેટની સુનાવણી દરમ્યાન ડેવીડસને કહયું, 'પીએલએ' એ અત્યાર સુધી સીમા વિવાદ પછી કબજે કરેલી કેટલીય પોસ્ટો પરથી પોતાના પગલા પાછા નથી ખેંચ્યા. ચીન અને ભારતીય સેનાએ લદાખના પેંગોંગ ત્સો આસપાસની વિવાદીત જગ્યાના કેટલાક ભાગોમાંથી પોત પોતાના સૈનિકો પાછા લઇ લીધા છે પણ ગોગરા-હોટ સ્પ્રિંગ્સ વિસ્તાર, દેમચોક અને દેપસાંગ મેદાનોમાં કોઇ પ્રગતિ નથી થઇ.

(12:43 pm IST)