Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

નયારા એનર્જીએ ડો.એલોઇસ વિરાગની સી.ઇ.ઓ. તરીકે નિમણૂક

વર્તમાન સી.ઇ.ઓ.બી. આનંદ પ્રેસિડેન્ટ તરીકેની નવી ભૂમિકા નિભાવશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૦: આંતરરાષ્ટ્રીય સ્તરની નવા યુગની ડાઉનસ્ટ્રીમ ્યર્જા કંપની નયારા એનર્જીએ ડો.એલોઈસ વિરાગની ચીફ એકિઝયુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિમણૂકની જાહેરાત કરી છે, જે ૧લી એપ્રિલ ર૦ર૧થી અસકરકર્તા થશે. ડો. વિરાગ વર્તમાન સીઈઓ બી. આનંદ પાસેથી કારોબારીની ટોચની ભૂમિકા સંભાળશે જયારે બી. આનંદ ૧લી એપ્રિલ ર૦ર૧થી પ્રેસિડેન્ટ તરીકેની નવી અગ્રિમ ભૂમિકા નિભાવશે. તેમની નવી બાહેંધરીમાં, બી. આનંદ ભારતીય ઉર્જા બજારમાં વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા તથા સરકાર અને નીતિ ઘડનારાઓ સહિતના ભાગીદારો સાથે જોડાણ મજબૂત કરવા તેમજ કંપનીની સ્થિરતાની પહેલને વેગ આપવા માટે જવાબદાર રહેશે.

ડો. વિરાગ ડાઉનસ્ટ્રીમ ફોર મિડલ ઈસ્ટ એન્ડ એશિયા, ઓએમવી, ઓસ્ટ્રિયન મલ્ટિનેશનલ ઇન્ટિગ્રેટેડ ઓઈલ એન્ડ ગેસ ખાતે સિનિયર વાઈસ પ્રેસિડેન્ટની ફરજની સોંપણી કર્યા પછી નયારા એનર્જીમાં જોડાયા છે. જેનું મુખ્ય મથક વિયેનામાં છે. તેઓ રિફાઈનીંગ અને પેટ્રોકેમિકલ્સમાં ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગનો ત્રણ દાયકાથી વધુનો અનુભવ લાવ્યા છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એકિઝકયૂટિવ એમબીએ અને વિયેના ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી ડાન્ન્કટેરેટની પદવી હાંસિલ કરી છે અને ત્યાંથી જ તેમણે એન્જિનિયરીંગમાં ગ્રેજયુએટ (તકનીકી રસાયણશાસ્ત્ર)પણ કર્યું છે. તેમણે વોશિગ્ંટન યુનિવર્સિટીના સેન્ટ લૂઈસ ખાતે પોસ્ટ–ડોકટરલ સંશોધન પણ કર્યું છે.

ડો.એલોઈસ વિરાગની નવી નિમણૂક અંગે વાત કરતા નયારા એનર્જીના એકિઝકયૂટિવ ચેરમેન ટોની ફાઉન્ટેને કહયું હતું કે ભભએલોઈસ પાસે ડાઉનસ્ટ્રીમ વેલ્યૂ ચેઈનમાં વિકસિત અને ઉભરતા બજારોમાં એક ઉલ્લેખનીય ટે્રક રેકોર્ડ છે. કેટલીય મુખ્ય અને જટિલ મૂડી પરિયોજનાઓ, ટર્નઅરાઉન્ડસ, ડિજિટલાઈઝેશન પહેલ સાથે ઈંધણના માર્કેટીંગ અને રિટેલમાં અગાઉના અનુભવની તેમની કુશળતા તેમને નયારા એનર્જીની વૃધ્ધિ યોજનાઓને આગળ વધારવા માટે ઉત્ત્।મ અનુકૂળ બનાવે છે. સંપાદન પછીની પરિવર્તન યાત્રામાં કંપનીને માર્ગદર્શન આપવા અને ભારતની ઉર્જા સુરક્ષાને સક્ષમ કરવા અમારી દ્રષ્ટિનું ભાષાંતર કરવા માટે એક મજબૂત પાયો નાખવા માટે હું આનંદનો આભાર માનું છું. આનંદ હવે કંપનીને પરિવર્તનશીલ વ્યવસાયના વાતાવરણમાં દિશા નિર્દેશ કરવામાં મદદ કરવા માટે એક નિર્ણાયક વ્યૂહાત્મક ભૂમિકા નિભાવશે. જે આપણી પ્રતિષ્ઠા વધારશે અને આપણી કામગીરી, વિકાસ તથા સંક્રમણને ટેકો આપતા ચાવીરૂપ મૂલ્યને અનલોક કરશેભભ.

ડો. વિરાગે વધુમાં કહયું હતું કે, ભભભારત વિશ્વનું સૌથી આર્કષિત વિકાસ બજાર છે. મજબૂત શેરહોલ્ડરો ેદ્વારા સમર્પિત નયારા ભારતમાં મુખ્ય ખેલાડી છે, જે દેશમાં આર્થિક વિકાસ અને સંપત્ત્િ। નિર્માણ માટે ્યર્જા પ્રદાન કરે છે. નયારાની ટીમમાં ઉત્કૃષ્ટ નેતાઓ, ઉદ્યોગ નિષ્ણાંતો અને અત્યંત કુશળ કર્મચારીઓનો સમાવેશ થાય છે.  જે ઉચ્ચ મહત્વાકાંક્ષાઓ અને વધુ ક્ષમતા સાથે સતત અને સફળતાપૂર્વક તેના વ્યવસાયને વધારી રહયા છે. હું નયારાનો હિસ્સો બનીને ખુશ છું, જે લાખો લોકોના સપનાઓને સાકાર કરવા માટે ઉર્જા પ્રદાન કરવા કટિબઘ્ધ છેભભ.

ડો. વિરાગ અને બી. આનંદ બોર્ડ ઓફ ડિરેકટર્સને રિપોર્ટ કરશે. આગામી અઠવાડિયામાં નયારા એનર્જીમાં વરિષ્ઠ નેતૃત્વ એક સુચારૂ પરિવર્તનને પ્રભાવિત કરવા અંગે ઘ્યાન કેન્દ્રિત કરશે.

(12:42 pm IST)