Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) વિરોધી આંદોલનમાં ભાગ લેનાર સ્ટુડન્ટના જામીન મંજુર : આરોપી વિદ્યાર્થી છે જેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી : તેને જેલમાં રાખવાથી કોઈ હેતુ સરશે નહીં : અલ્હાબાદ હાઈકોર્ટ લખનૌ બેન્ચ

લખનૌ :  અલ્હાબાદ હાઈકોર્ટની  લખનૌ બેન્ચએ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) વિરોધી આંદોલનમાં ભાગ લેનાર સ્ટુડન્ટના જામીન મંજુર કર્યા છે. જામીન આપતી વખતે જસ્ટિસ મોહમ્મદ ફૈઝ આલમ ખાનની સિંગલ જજ બેંચે જણાવ્યું હતું કે તેને જેલમાં રાખવાથી કોઈ હેતુ સરશે નહીં  .
જામીન અરજીની વિરુદ્ધ, રાજ્યની દલીલ હતી કે સીએએ વિરોધી પ્રદર્શનમાં ભાગ લઈને, અરજદારે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં  અવરોધ ઉભો કર્યો હતો. અને એક ઐતિહાસિક  સ્થળની આસપાસના ટ્રાફિકના સરળ પ્રવાહને જામ કરી દીધો હતો.

નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે આ કેસમાં ચાર્જશીટ પહેલાથી જ ફાઇલ થઈ ચૂકી છે અને યોગ્ય શરતો દ્વારા આરોપીની હાજરી અને હિલચાલ પર સરળતાથી નજર રાખી શકાય છે.

ઉલ્લેખનીય છે કે જામીન અરજી નીતિન રાજ દ્વારા કરાઈ હતી.જેની કલમ 145 , 147 ,149 ,188 , 353 283 ,427 ,તથા હેઠળ ધરપકડ કરાઈ હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:28 pm IST)