Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ઉત્તરાખંડના રાજકીય ડ્રામાનો આખરે અંત : તીરથ સિંહ રાવત નવા મુખ્યમંત્રી બનશે

હરાદૂનમાં ભાજપની વિધાયક દળની બેઠક બાદ નવા નામની જાહેરાત : 4 વાગ્યે શપથ ગ્રહણ કરી શકે: તીરથસિંહ ગઢવાલ લોકસભા બેઠક પરથી લોકસભાના સાંસદ

દહેરાદુન : ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો છે. ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપતા તેમના સ્થાને તીરથ સિંહ રાવતને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે. તીરથ સિંહ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. દેહરાદૂનમાં ભાજપની વિધાયક દળની બેઠક બાદ નવા નામની જાહેરાત કરવામાં આવી હતી તીરથ સિંહ આજે 4 વાગ્યે શપથ ગ્રહણ કરી શકે છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે ધનસિંહ રાવત, કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને રતપાલ મહારાજનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. આખરે તીરથ સિંહ પર કળશ ઢોળવામાં આવ્યો હતો. તીરથ સિંહ ઉત્તરાખંડની ગઢવાલ લોકસભા બેઠક પરથી લોકસભાના સાંસદ છે.

(12:09 pm IST)