Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

શું આ મહિલા સશકિતકરણ છે? તૃણમુલ ઉપર કર્યા પ્રહારો

તૃણમુલના સાંસદે જાહેરમાં ખેંચ્યો મહિલા MLAનો ગાલઃ ભાજપના નેતાએ વિડીયો વ્હેતો કરી દીધો

કોલકત્તા, તા.૧૦: પશ્ચિમ બંગાળ વિધાનસભાની પહેલા નેતાઓની નિવેદન બાજી તેજ થઈ ગઈ છે. ભાજપના સાંસદ લોકેટ ચટર્જીએ એક વીડિયો શેર કર્યા છે. જેમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી એક મહિલા ધારાસભ્યના ગાલ ખેંચતા નજરે પડ્યા છે. લોકેટ ચેટર્જીએ વીડિયોને જારી કરી ટીએમસી પર હુમલો કરતા કહયુ કે આ જ મહિલા સશકિતકરણ છે?

વીડિયો શેર કરતા લોકેટે લખ્યુ કે ટીએમસી મહિલાઓને સશકત બનાવી રહી છે? આ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને નિવર્તમાન બાંકુરા ધારાસભ્ય છે. જે ટિકીટ ન મળવાના કારણે નિરાશ હતી. શરમ આવવી જોઈએ. જો કે વીટીવી વેબ ઓનલાઈન આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતુ.

વિધાનસભા ચૂંટણી માટે ટીએમસીએ પોતાના ઉમેદવારોના લિસ્ટ જારી કરી દીધા છે. આ વિશે ચૂંટણીમાં ટીએમસીની ૫૦ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. રાજયમાં ૨૯૪ સીટો પર ૨૭ માર્ચથી ચૂંટણી થવા  જઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં ૮ તબક્કામાં ચૂંટણી થવાની છે.

આ વખતે મુખ્ય લડાઈ ટીએમસી અને ભાજપની વચ્ચે મનાઈ રહી છે. બન્ને દળો એક બીજાની વિરુદ્ઘ આ દિવસોમાં આક્રમક જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ ટીએમસી પર હુમલાવર થઈ ગઈ છે.  ભાજપનું કહેવું છે કે રેપ, છેડતી જેવી ઘટનાઓમાં ગત ૧૦ વર્ષોમાં જરાય ઘટાડો નથી થયો.

(11:40 am IST)